કાઠમાંડુ ઍરપોર્ટ પર અટવાયેલા ગુજરાતીઓ : કૈલાસ માનસરોવર યાત્રા પછી ૨૦૦ જેટલા મુસાફરોની પરેશાની, ફ્લાઇટ રદ થતાં ચિંતા વ્યાપી
નેપાલ હાલમાં રાજકીય ઉથલપાથલ અને તોફાનોના મોઢે છે. ચારેબાજુ અરાજકતાની પરિસ્થિતિ સર્જાઈ છે. આવા સમયમાં હજારો કિલોમીટર દૂરથી આવેલા યાત્રાળુઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની જાય છે. ખાસ કરીને કૈલાસ માનસરોવર જેવી દિવ્ય અને અધ્યાત્મિક યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફરતા યાત્રાળુઓ જ્યારે કાઠમાંડુ એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાને કારણે ફસાઈ ગયા ત્યારે તેમના ચહેરા…