આઈઆઈટી બૉમ્બે કેમ્પસમાં નવ ફૂટ લાંબો મગર દેખાતા ચકચાર – વન વિભાગની રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડી પાડ્યો.
મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા **Indian Institute of Technology Bombay**ના કેમ્પસમાં સોમવારે વહેલી સવારમાં એક અચંબિત કરનારી ઘટના સામે આવી હતી. કેમ્પસની અંદર લગભગ નવ ફૂટ લાંબો મગર દેખાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ચકચાર મચી ગઈ હતી. કેમ્પસના સુરક્ષા કર્મચારીઓએ આ મગરને પ્રથમ વખત જોયો અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી….