વાકોલા–બીકેસી એલિવેટેડ રોડ ખુલ્લો મુકવામાં ફરી વિલંબ – પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાંતાક્રુઝથી બીકેસી ફક્ત 5 થી 10 મિનિટમાં પહોંચવું શક્ય.
મુંબઈમાં ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં એક મહત્વપૂર્ણ ગણાતો વાકોલા–બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવ્યો છે. અગાઉ આ માર્ગ માર્ચ મહિનાના અંત સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ટેક્નિકલ કામ બાકી હોવાથી હવે આ પ્રોજેક્ટની ડેડલાઈન ફરી લંબાઈ ગઈ છે. આ પ્રોજેક્ટ મુંબઈના વ્યસ્ત વિસ્તારો વચ્ચે ઝડપી…