રાજ્યમાં PNG ગેસ પુરવઠા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, હોટેલ-રેસ્ટોરન્ટ અને સંસ્થાઓને નવા PNG કનેક્શન માટે લીલી ઝંડી.
ગુજરાત રાજ્યમાં ઊર્જા વ્યવસ્થાપન અને નાગરિકોને જરૂરી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ઘરઆંગણે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પાઈપલાઈન ગેસ (PNG) તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા અને પુરવઠા વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર સમયાંતરે સમીક્ષા કરતી રહે છે. આ જ દિશામાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય સમીક્ષા…