રાજકોટ એપીીએમસીમાં લીંબુની ૩૫૦૦ મણ આવક છતાં ભાવમાં વધારો: હોલસેલમાં ૧૫૦-૧૬૦ રૂપિયા, છૂટક બજારમાં ૨૦૦-૨૫૦ રૂપિયા પ્રતિ કિલો; ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.
ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતના શાકભાજી બજારમાં લીંબુના ભાવ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. સૌરાષ્ટ્રના મુખ્ય કૃષિ બજારોમાં ગણાતા રાજકોટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)માં તાજેતરમાં લીંબુની નોંધપાત્ર આવક છતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ રાજકોટ યાર્ડમાં લીંબુની અંદાજે ૩૫૦૦ મણ જેટલી આવક નોંધાઈ છે. આવક નોંધપાત્ર હોવા છતાં બજારમાં…