જામનગરમાં સાંસદ પુનમબેન માડમે NHAI અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી: ધ્રોલથી પીપળીયા નેશનલ હાઇવે 151Aના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા
જામનગર જિલ્લાના માર્ગ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારણા માટે ચાલી રહેલા પ્રયાસોને વધુ ગતિ આપતા જામનગર-દ્વારકા લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી પુનમબેન હેમતભાઈ માડમે આજે જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં NHAIના અધિકારીશ્રીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. રોડ-રસ્તાઓની હાલતને લઈને વિશદ ચર્ચા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ધ્રોલ-ભાદ્રાપાટિયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે નંબર 151Aની હાલની સ્થિતિ, નિર્માણ કાર્યની ગતિ અને ખેડૂતો…