ભાણવડ નગરપાલિકામાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો ધડાકો: ઈન્ચાર્જ ચીફ ઓફિસર વિરુદ્ધ તપાસની માંગ સાથે સભ્યની સત્તાવાર ફરિયાદ.
ભાણવડ નગરપાલિકામાં શાસન વ્યવસ્થાની કામગીરી અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વોર્ડ નં. ૩ના સભ્ય અખિલકુમાર જયંતિલાલ વાઘેલાએ ઈન્ચાર્જ ચીફ ઓફિસર અને સંબંધિત તંત્ર વિરુદ્ધ ફરજમાં બેદરકારી, જનહિતના પ્રશ્નોની અવગણના તથા કોન્ટ્રાક્ટર સાથે સંભવિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી તપાસની માંગણી કરી છે. આ મામલો બહાર આવતા સ્થાનિક રાજકીય અને નાગરિક વર્તુળોમાં…