“શહેરા પોલીસની સતર્કતા: કતલખાને લઈ જતાં બે અબોલ પશુઓ બચાવાયા, બે આરોપી ઝડપાયા – ત્રીજા માટે શોધખોળ તેજ”.
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર પશુ હેરફેર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા અબોલ પશુઓને જીવદાન મળ્યું છે. શહેરા-નાંદરવા માર્ગ પર આવેલા સલામપુરા ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવેલ પોલીસ ટીમે બે શખ્સોને બે પશુઓ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને જોઈ બંને આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા સતર્ક પોલીસ જવાનોએ પીછો…