ઈમેલથી બોમ્બની ધમકીથી જામનગરમાં ખળભળાટ: ચાંદી બજાર સ્થિત મેન પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત.
જામનગર: શહેરના વ્યસ્ત વેપારી વિસ્તાર ચાંદી બજારમાં આવેલી મેન પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોને થોડા સમય…