પોતાના હોટેલમાં પરપ્રાંતીય શેફ રાખતા મનસે નેતા સંદીપ દેશપાંડે ટ્રોલના નિશાને – “મરાઠી રોજગાર”ના સૂત્ર પર ઊઠ્યા સવાલો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) હંમેશા મરાઠી માનસ, મરાઠી ભાષા અને સ્થાનિક યુવાઓના રોજગારના પ્રશ્નો ઉઠાવતી રહી છે. મુંબઈ અને આસપાસના ઉપનગરોમાં પરપ્રાંતીયો સામે ઊભી કરાયેલી રાજકીય લડત એ મનસેનો લાંબા સમયથી મૂળ એજન્ડા રહ્યો છે. પરંતુ હવે મનસેના ટોચના નેતા સંદીપ દેશપાંડે પોતાના જ હોટેલમાં મરાઠી શેફને બદલે પરપ્રાંતીય શેફ રાખતા લોકોના કટાક્ષનો ભોગ બની…