ગુજરાતમાં રેડ એલર્ટ – ભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવશ્રી દ્વારા તમામ જિલ્લાઓને એલર્ટ, SEOC ગાંધીનગર ખાતે ઊંચી સ્તરની સમીક્ષા બેઠક
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ, તા. ૬ અને ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવતા સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં “રેડ એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય કેટલાંક જિલ્લાઓમાં “ઓરેન્જ એલર્ટ” જાહેર કરવામાં આવ્યું…