લાખાબાવળમાં ગૌચર જમીનમાં પલોટીંગ કરીને વેચાણ કર્યાનો ભાંડો ફૂટ્યો: ત્રણ આરોપીઓ ઝડપાયા, પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ
જામનગર તાલુકાના લાખાબાવળ ગામની ગૌચર તરીકે રજીસ્ટર્ડ સરકારી જમીનમાં ગેરકાયદે રીતે પ્લોટીંગ કરીને વેચાણ કરવામાં આવ્યાનો ગંભીર મામલો બહાર આવતાં શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને પકડી નાંખ્યા છે. તેમજ વધુ એક્શનની તૈયારી પણ પોલીસ તંત્ર દ્વારા ચાલી રહી છે. પંચકોશી બી…