રૂદ્ર ટીએમટી બાર્સની નકલ કરીને લોખંડના સળીયા વેચવાનું કૌભાંડ ફાટ્યું: સી.આઈ.ડી. ક્રાઈમની કાર્યવાહી, બે વેપારીઓ વિરૂદ્ધ ગુનો, ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ/અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતમાં લોખંડ ઉદ્યોગમાં ભ્રષ્ટ અને નકલ કરતા તત્વોની પર્દાફાશ થતા ઉદ્યોગ જગતમાં હડકંપ મચી ગયો છે. લોકપ્રિય બ્રાન્ડ ‘રૂદ્ર ટીએમટી બાર્સ’ના નામે બજારમાં નકલી સળીયા વેચાતાં હોવાની ફરિયાદ બાદ રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના દાખલ થતાં રાજ્યના લોખંડ ઉદ્યોગમાં એકવાર ફરીથી નકલવિરોધી કાર્યવાહીનું મહત્વ છલકી…