દ્વારકા નગરપાલિકાની કાર્યવાહી ફરી વેળા ચર્ચામાં: હાથીગેટથી હોમગાર્ડ ચોક સુધી લારીઓ-ગલ્લાઓ હટાવાયા, વેપારીઓમાં રોષની લાગણી
દ્વારકા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં અનિયમિત રીતે ફેલાયેલા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે ફરી એક વખત નગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ ગણાતા હાથીગેટથી લઈને હોમગાર્ડ ચોક સુધીના વિસ્તારોમાં આવેલી લારીઓ, પાથરણા, તેમજ રસ્તાની આસપાસ મથેલા નાના વેપારીઓનો સામાન પાલિકા દ્વારા ટ્રેક્ટરમાં ભરી લઈ જવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકા સાથે સ્થાનિક…