જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન
જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ અસરકારક અને પારદર્શી બને, અધિકારીઓ જમીન રી-સર્વે પ્રક્રિયાથી સ્વયં માહિતીપ્રાપ્ત કરે અને નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવે તે હેતુથી જામનગર જિલ્લામાં વિશિષ્ટ મહેસૂલી કાર્યશાળા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યશાળાનું આયોજન ખીજડિયા પક્ષી અભયારણ્ય અને બાલાચડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો, મામલતદારો…