ગળતેશ્વર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજનો કૌભાંડ બહારઃ ત્રણ શખ્સ સામે ફોજદારી કાર્યવાહીનો આદેશ, નોંધણી અધિનિયમની કલમ ૮૨ હેઠળ પોલીસ ફરિયાદના હુકમ
ગાંધીનગરથી લઈને નડિયાદ સુધીના વહીવટી તંત્રમાં ચકચાર મચાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે. ગળતેશ્વર સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજના આધારે વેચાણનો લેખ (Sale Deed) નોંધાવવાનો કૌભાંડ બહાર આવતા, ત્રણ શખ્સો સામે ફોજદારી કાર્યવાહી (Criminal Action) કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ગુજરાત રાજ્યના નોંધણી સરનિરીક્ષકની કચેરી દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ આપવામાં આવી…