અમેરિકન ફેડનો વ્યાજ દર ઘટાડાનો મોટો નિર્ણય : વૈશ્વિક આર્થિકતા માટે રાહતનો સંકેત કે નવો પડકાર? – ભારતીય બજારમાં ઉથલપાથલની સંભાવના
વિશ્વભરના નાણાકીય અને રોકાણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનાતી અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠક પછી આજે રાતે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ ફેડ ફંડ રેટ હવે ૩.૭૫% થી ૪% ની રેન્જમાં આવી ગયો છે. આ પહેલો કટ નથી — સપ્ટેમ્બર મહિનામાં…