અયોધ્યાના રામ મંદિરમાં અદ્ભુત ભક્તિદાન: સોના-હીરાથી જડિત રૂ. 30 કરોડની શ્રી રામ પ્રતિમા અર્પણ, ભક્તે ઓળખ ગુપ્ત રાખી
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની પરાકાષ્ઠા દર્શાવતું એક અનોખું દાન સામે આવ્યું છે. એક અज्ञાત ભક્તે પોતાની ઓળખ જાહેર કર્યા વગર અંદાજે રૂ. 30 કરોડની કિંમત ધરાવતી પ્રભુ શ્રી રામની અતિ વિશિષ્ટ પ્રતિમાનું મંદિરને દાન કર્યું છે. આ દાનને રામ મંદિર સાથે જોડાયેલી સૌથી મૂલ્યવાન અને ભવ્ય ભેટોમાંની એક ગણવામાં આવી રહ્યું…