ભરૂચની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ સામે ગંભીર ફરિયાદ: જોખમી વેસ્ટના ગેરકાયદેસર વેચાણના આરોપોથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ખતરો
ભરૂચ,ઉદ્યોગો અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાના દાવાઓ વચ્ચે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ગંભીર આરોપો સાથે મોટી ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ને આપવામાં આવેલી આ ફરિયાદે ઉદ્યોગ ક્ષેત્રમાં ખળભળાટ મચાવ્યો છે. ફરિયાદમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સલ્ફોનેશન પ્લાન્ટ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે કંપની દ્વારા જોખમી અને હાનિકારક…