રણુજા કાલાવડ લોકમેળામાં લાંચકાંડનો મોટો ભંડાફોડઃ ફીટનેસ સર્ટિફિકેટ માટે એક લાખની લાંચ લેતા રાજકોટના બે અધિકારી અને એક નાગરિક મોરબી એસીબીના જાળમાં
રાજકોટ જિલ્લામાં ભ્રષ્ટાચારના કેસો સતત સામે આવી રહ્યા છે અને હવે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે આખા ઇજનેરી વિભાગમાં હલચલ મચાવી દીધી છે. રાજકોટ માર્ગ અને મકાન યાંત્રિક પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર પિયુષ બાબુભાઈ બામ્ભરોલીયા, નાયબ કાર્યપાલક ઇજનેર નિરવ પ્રવિણચંદ્ર રાઠોડ અને અન્ય નાગરિક સુધીર નવિનચંદ્ર બાવીસી સામે એક લાખ રૂપિયાની લાંચ લેવાના…