ખરાબ રોડ સામે જનઆવાજ : ધારાસભ્ય હેમંત ખવાની ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય માર્ગો પર ખાડા, અડધા અધૂરા પેચ વર્ક, વરસાદી પાણી ભરાઈ જવાથી સર્જાતા અકસ્માતો જેવી સમસ્યાઓએ જનજીવન દુષ્કર બનાવી દીધું છે. લોકોના આ ક્રોધને અવાજ આપતાં સ્થાનિક ધારાસભ્ય હેમંત ખવાનીએ ઈશ્વરીયા ગામેથી પદયાત્રાનો આરંભ કર્યો છે….