રાધનપુરમાં ગેરકાયદે કતલખાનાઓ સામે અખિલ ભારત હિન્દુ મહાસભાનું ઉગ્ર આંદોલન – જો નહીં બંધ થાય તો ઉપવાસ, રામધૂન અને ધરણાંની ચીમકી
રાધનપુર, તા. 23 જૂન – પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગેરકાયદે કતલખાનાઓ તથા મટન હોટલોના ધમધોકાર ધંધાઓ સામે હવે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા સશક્ત પ્રતિસાદ આપવામાં આવ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ, હાઇવે અને રહેણાંક વિસ્તારોમાં બિનઅધિકૃત કતલખાનાઓ ચાલતા હોવાને લઈ સ્થળ પર ઉભી થતી અસ્વચ્છતા, દુર્ગંધ, અને શાંતિભંગ જેવી ઘટનાઓથી ત્રાહીમામ થયેલા નાગરિકોની વેદના હવે…