ભારે વેચવાલીથી શેરબજારમાં ધરાશાયી – સેન્સેક્સ ૯૭૪ પોઈન્ટ તૂટી ૮૨,૩૧૯ પર બંધ, IT શેરોમાં મોટો કડાકો.
ભારતીય શેરબજારમાં આજે ભારે દબાણ વચ્ચે દિવસભર વેચવાલીનું માહોલ રહ્યો હતો, જેના પરિણામે મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨,૩૧૯.૮૯ અંકે બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૫૩.૬૫ પોઈન્ટ તૂટી ૨૫,૪૫૯.૩૫ પર સમાપ્ત થયો હતો. ટ્રેડિંગની શરૂઆતથી જ બજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું…