મહારાષ્ટ્ર વિધાનસભામાં ૧૧,૯૯૫.૩૩ કરોડની પૂરક માગણીઓ ઊર્જા, ઉદ્યોગ અને પાણીપુરવઠા ક્ષેત્રને પ્રાથમિકતા – બજેટ પૂર્વે વધારાની નાણાકીય જોગવાઈ.
મહારાષ્ટ્ર રાજ્યના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારે કુલ ૧૧,૯૯૫.૩૩ કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરીને વિકાસકાર્યો અને વધારાના ખર્ચ માટે વિધાનસભાની મંજૂરી માગી છે. આ પૂરક માગણીઓ મુખ્યત્વે ઊર્જા, ઉદ્યોગ, ગ્રામ્ય વિકાસ, પાણીપુરવઠા, સ્વચ્છતા અને અન્ય કલ્યાણકારી યોજનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. બજેટ સત્રના બીજા દિવસે મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા…