જામનગર એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: જોડીયા તાલુકાના તારાણા ગામ ટોલનાકા પાસે દારૂની મોટાપાયે હેરાફેરી પકડી, બે સક્ષોની ધરપકડ સાથે રૂ. ૭.૭૪ લાખનો મુદામાલ કબજે
જામનગર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી સતત કાયદો અને વ્યવસ્થાના તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદેસર અમલમાં હોવા છતાં દારૂબુટલેગરો વારંવાર જુદા જુદા રસ્તાઓ અપનાવી દારૂની હેરાફેરી કરતા જોવા મળે છે. ક્યારેક નગર વિસ્તારમાં ગોડાઉનમાં જથ્થો જપ્ત થાય છે, તો ક્યારેક હાઈવે પર વાહનોમાંથી દારૂ ઝડપાય છે. આ પરિસ્થિતિ વચ્ચે જામનગર…