શહેરા નગરમાં અંડરગ્રાઉન્ડ પાઈપલાઇનના કામે જનજીવન ધુંદાળું – વરસાદે રસ્તા પર કીચડ, લોકોને ભારે હાલાકી
શહેરા (પંચમહાલ), તા. ૩ જુલાઈ – શહેરા નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાનુગાહ બાવાની દરગાહથી સી.એચ.સી. સેન્ટર સુધી નગરપાલિકા દ્વારા ચાલુ કરાયેલા અંડરગ્રાઉન્ડ પાઈપ લાઇનના કામને કારણે રણની સિઝનમાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ખોદકામ બાદ ઊભી રહેલી માટી અને વરસેલા વરસાદના કારણે સર્જાયેલ કાદવ-કીચડભર્યા રસ્તા લોકોને જીવનાં જોખમ સાથે અવરજવર કરવા…