ઈલોન મસ્કની સ્ટારલિંક સાથે મહારાષ્ટ્રની ઐતિહાસિક ભાગીદારી : ભારતના ડિજિટલ ભવિષ્ય તરફ મહારાષ્ટ્રનું પ્રણેતૃત્વપૂર્ણ પગલું
ભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે અમેરિકાના ખ્યાતનામ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ કંપની સ્ટારલિંક સાથે ભાગીદારી (પાર્ટનરશિપ)ની સત્તાવાર જાહેરાત કરી છે. આ ભાગીદારીના કારણે મહારાષ્ટ્ર રાજ્ય ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે, જેણે ઈલોન મસ્કની આ વૈશ્વિક કંપની સાથે ટેકનોલોજીકલ સહકાર માટે હાથ મિલાવ્યો છે. આ નિર્ણય માત્ર…