શહેરાથી નાડા ગામ સુધીનો રસ્તો બન્યો ‘મુશ્કેલીનો માર્ગ’ — તૂટી ગયેલા ડામર રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ, 35થી વધુ ગામો પ્રભાવિત
શહેરા, તા. ૫ નવેમ્બર, ૨૦૨૫ –શહેરા તાલુકાના નાડા ગામ તરફ જતો મુખ્ય ડામર રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકો માટે આ માર્ગ એક દુઃસ્વપ્ન સમાન બની ગયો છે. ક્યારેક ગર્વથી ‘લાઈફલાઈન રોડ’ તરીકે ઓળખાતો આ માર્ગ હવે ખાડાઓ, ઉબડખાબડ સપાટી અને ધૂળથી ભરાયેલો ‘મુશ્કેલીનો માર્ગ’ બની ગયો છે. રોજીંદી અવરજવર કરતા હજારો લોકો…