મહુવા પંથકમાં ધોધમાર વરસાદ: નવરાત્રી પહેલાં ઈન્દ્રદેવનું નજરાણું, ખેડૂતોમાં ખુશી કરતાં ચિંતા વધારે
મહુવા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસોમાં અચાનક વરસેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક છવાવી દીધી છે. સપ્ટેમ્બર મહીનાના મધ્ય ભાગમાં તાપમાનમાં અચાનક વધારો થયો હતો અને લોકો ઉકળાટભરી ગરમીથી પરેશાન હતા, ત્યારે વરસાદે લોકોને રાહત આપી છે. પરંતુ આ વરસાદનો આનંદ દરેક માટે એકસરખો નથી રહ્યો. સામાન્ય નાગરિકો માટે આ વરસાદ નવરાત્રીના આગમન પહેલાં ઈન્દ્રદેવનું નજરાણું બની…