કડોદરાની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં સુરક્ષાના ધજાગરા: કલેક્ટર કચેરીના કડક આદેશથી તપાસનો ચક્ર ગતિમાન
સુરત:કડોદરા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ એન્ડ ICU સામે ઊભા થયેલા ગંભીર આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. દર્દીઓની સલામતી માટે અતિ સંવેદનશીલ ગણાતી હોસ્પિટલમાં જ સુરક્ષા, નિયમો અને કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાના આરોપોને લઈને હવે સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ કડક વલણ અપનાવ્યું છે. ઓનલાઇન સ્વાગત પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદના…