કચ્છના રણમાં સુરખાબનો શાહી વાસ : સવા લાખથી વધુ ફ્લેમિંગોના નયનરમ્ય દર્શન, ‘સેકન્ડ રોડ ટુ હેવન’ કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બન્યો
કચ્છનું રણ – અનંત સફેદી વચ્ચે આસમાની રંગે રંગાયેલું અનોખું સૌંદર્ય – દર વર્ષે શિયાળામાં પ્રકૃતિપ્રેમી અને પક્ષી નિરીક્ષણકારો માટે અદ્વિતીય અનુભૂતિ બની રહે છે. આ વર્ષે પણ કચ્છના રણ પ્રદેશમાં શિયાળાની ઋતુ સાથે જ સુરખાબ અથવા ફ્લેમિંગો પક્ષીઓનો રાજસિક પ્રવેશ શરૂ થયો છે. રણના વિશાળ કેનવાસ પર ગુલાબી રંગ છાંટતાં આ પક્ષીઓનો લહાવો જોવા…