મહેસાણા પોલીસની મોટી કામગીરી: લોડિંગ ટ્રેલરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો, ₹29.36 લાખનો મુદ્દામાલ કબ્જે
મહેસાણા શહેરમાં પ્રોહિબિશન એક્ટ અમલમાં કડકાઈ લાવવા માટે જિલ્લા પોલીસ સતત ચુસ્ત કામગીરી કરી રહી છે. પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સૂચનાઓના અનુસંધાને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ…