વડનગરના શર્મિષ્ઠા તળાવથી વિશ્વ સુધી યોગનો મેસેજ: CM સાથે 3000 નાગરિકોએ યોગ કરી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
વડનગર, મહેસાણા: 21મી જૂનના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી હતી. સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં યોગ દિવસની વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સૌથી વિશિષ્ટ અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પર યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોગ દિવસમાં ઉપસ્થિત રહી નવચેતનાનો સંદેશ આપ્યો…