અંડરવર્લ્ડના ‘ડૅડી’ અરુણ ગવળી 17 વર્ષ બાદ જેલમાંથી બહાર: નાગપુરથી મુંબઈ તરફ રવાના, ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં
મુંબઈના અંડરવર્લ્ડમાં એક સમયનો ત્રાસ ગણાતો અને પછી રાજકારણમાં પ્રવેશ કરેલો ડૉન અરુણ ગવળી, જેને લોકો ‘ડૅડી’ તરીકે ઓળખે છે, હવે ફરી એક વાર જાહેર જીવનમાં પરત ફર્યો છે. લગભગ 17 વર્ષ જેલમાં સજા ભોગવીને, ગવળીને સર્વોચ્ચ અદાલત તરફથી જામીન મળ્યા છે. નાગપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા પછી તેઓ સીધા નાગપુર એરપોર્ટ પર પહોંચ્યા અને…