નાલાસોપારામાં વધુ એક જર્જરિત ઈમારતનો ખતરો: ૧૨૫ રહેવાસીઓ સ્થળાંતર, પ્રશાસનની સતર્ક કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો
મુંબઈ મહાનગર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોથી વારંવાર જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વસઈ-વિરાર વિસ્તાર, જ્યાં વસ્તી ઝડપથી વધી રહી છે અને નવા-નવા રહેણાંક કોમ્પ્લેક્સ ઉભા થઈ રહ્યા છે, ત્યાં જૂની અને જર્જરિત ઈમારતો જાહેર સુરક્ષાને મોટો ખતરો ઉભો કરી રહી છે. તાજું ઉદાહરણ છે નાલાસોપારા પૂર્વના રહમતનગરમાં…