અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી..
અમદાવાદ, સંજીવ રાજપૂત: મેઘાણીનગર વિસ્તારમાં ગત તા. ૧૨ જૂનના રોજ બનેલી વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તો અને હતભાગીઓના પરિવારજનોને આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક તમામ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. દુઃખની એ ઘડીમાં હતભાગીઓના પરિવારોનો સંપર્ક સાધી, મનોસાંત્વના આપીને ભાવિ યંત્રણાઓથી પરિવારોને મુક્ત કરવા જરૂરી પરામર્શન કરવાની સાથે પાર્થિવ શરીરને તેના ઘર સુધી માનભેર પહોંચાડવા સુધીની યાત્રાની…