દ્વારકામાં પુરવઠા વિભાગની મનમાનીથી જનતા નારાજ — e-KYCના બહાને રેશનકાર્ડમાંથી નામ કાપી નાગરિકોને સરકારની સુવિધાથી વંચિત રાખવાનો આરોપ
દ્વારકા જિલ્લામાં લોકોના અધિકાર અને સરકારની જાહેર સેવાઓ વચ્ચેની રેખા ધુમ્મસાઈ ગઈ છે. તાલુકાની મામલતદાર કચેરી હેઠળ કાર્યરત પુરવઠા વિભાગની મનમાની સામે નાગરિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. જિલ્લા મુખ્યાલયથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા આ વિભાગમાં એવી અનેક ફરિયાદો ઉઠી રહી છે કે અધિકારીઓએ પોતાની કાર્યક્ષમતા દર્શાવવા માટે કાગળો પર e-KYC 100% પૂર્ણ બતાવવાની…