ખાનગી પ્રાથમિક શિક્ષણમાં ભૂકંપ! ‘લાયકાત વગરના શિક્ષકો’ના વિવાદમાં મોટો નિર્ણય – હજારો શિક્ષકોને ફરજિયાત 6 મહિનાનો બ્રિજ કોર્સ
2018થી 2023 દરમિયાન ભરતી થયેલા તમામ શિક્ષકો માટે પરીક્ષા અને સર્ટિફિકેટ ફરજિયાત, ખાનગી શાળાઓની બેદરકારી સામે સરકારની કડક કાર્યવાહી ગુજરાતના ખાનગી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી સળગતો રહેલો એક ગંભીર પ્રશ્ન હવે જાહેર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. “ખાનગી પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો ભણાવે છે” – એવી ફરિયાદો લાંબા સમયથી વાલીઓ, શિક્ષણવિદો અને સંઘો દ્વારા…