રાધનપુરના શ્રીરામ કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદેસર દબાણો સામે વેપારીઓની બળવત્તર માગ – નાગરિકોને રાહત માટે તંત્રે તાત્કાલિક પગલા ભરે તેવો હાહાકાર
શહેરના મધ્ય ભાગે આવેલા શ્રીરામ કોમ્પ્લેક્ષ વિસ્તાર છેલ્લા અનેક મહિનાથી ગેરકાયદેસર દબાણોની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. વેપારીઓની સંસ્થા તથા કોમ્પ્લેક્ષમાં કામકાજ કરતા નાના મોટા ધંધાર્થીઓએ વારંવાર તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યા છતાં પણ આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે, આજદિન સુધી સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી છે અને હવે તેઓએ પાટણ જિલ્લા કલેક્ટર સુધી…