છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય: વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું. 

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય

આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને યોગ્ય તપાસ કરી દિકરીને સંપૂર્ણ પારદર્શીતાથી ન્યાય આપવા મંત્રીએ સુચના આપી હતી.  છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની  દીકરી પરમાર અંકિશાબેનને ગેર સમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી. જેના કારણે પરિણામ જાહેર થતા તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી.
આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિદ્યાર્થીની  તેના બેઠક નંબર ૭૩ ના બદલે ૭૧ માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી. સરકારશ્રી દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતાં, ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું અને તે આધારે ધોરણ-૧૧માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવવામાં આવી.
વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ ૧૦માં પાસ થવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું છે. આ ઘટના રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની સહાનુભૂતિ, તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયાધારિત દૃષ્ટિકોણનો સ્પષ્ટ પુરાવો છે. એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે.
આ ઘટના સંદર્ભે મંત્રીની સુચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દિકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખુબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

સ્ટેટની ખેલમહાકુંભ ફૂટબોલ સ્પર્ધા કે જે તારીખ 9 થી 13 દરમ્યાન ગોધરા સપોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી, એમાં જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની છે.

જામનગર જિલ્લાની અંડર 14 બહેનોની ટીમ ચેમ્પિયન બની

પ્રથમ મેચમાં તાપી સામે 11 ગોલથી, બીજા મેચમાં પાટણ સામે 1 ગોલથી, ત્રીજા મેચમાં બરોડા સામે 2 ગોલથી અને સેમિફાઇનલમાં વલસાડ સામે 4 ગોલથી મેચો જીતીને આપણી બાળાઓએ ખૂબ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ ફાઇનલમાં બનાસકાંઠા સામે એક એક ગોલથી મેચ બરાબરી ઉપર રહેતા, પેનલ્ટી શૂટ આઉટમાં 3-2 ગોલથી જામનગર ટીમ ચેમ્પિયન બનેલ છે.

કાલાવડની DLSS ની આ નાની નાની છોકરીઓએ ગુજરાત રાજ્યમાં, ખેલમહાકુંભમાં ચેમ્પિયનશીપ મેળવીને, જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આની પાછળ કોચ શ્રી આદિત્ય પીપરિયાએ ખૂબ જહેમત ઉઠાવી છે. વિજેતા ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ શ્રી ધનરાજભાઈ નથવાણી, અને સેક્રેટરી શ્રી આનંદભાઈ માડમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે. સાથે સાથે સાંસદ બેનશ્રી પૂનમબેનએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” 

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”

જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૧૨ થી વધુ વાહન ચાલકો દંડાયા અને ૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા…….

જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતાં. જેમાં ૧૨ જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને ૪ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં.

જામનગર શહેર તથા જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રી ના જામનગત શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જુદા-જુદા વિસ્તારોમાં જેમકે પવન ચક્કી સર્કલ, ઓશવાળ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ વિસ્તારોમાં ટ્રાફીક ડ્રાઈવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ તથા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ૪ જેટલા બાઇક ડીટેઈન કરાયા હતા અને સંખ્યાબંધ લોકો પાસેથી રૂ.૭૫૦૦ હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાંગ્યા હતાં.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસ ની વેબસાઇટને વિઝિટ કરો.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ

નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી,રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ અને પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

મહેસાણા, ૧૩ મે ૨૦૨૫, મંગળવાર પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસુલી કર્મચારીઓ તથા પંચાયત સહિત અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડૉ. ગોપી પટેલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસુલ, પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર પાંચ દિવસમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પો યોજાઇ રહ્યા છે.વિસનગર, બહુચરાજી અને મહેસાણામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પોમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આજે પણ સરકારી કર્મચારીઓ અધિકારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી

ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત ૧.૫ થી ૨% ખનીજ તત્વો લે છે. બાકીના ૯૮ થી ૯૮.૫ ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. ખેતી પાકનું ૯૮ ટકા શરીર હવા અને પાણીથી જ બનતું હોય તો ઉપરથી કોઈપણ રાસાયણિક ખાતર અથવા ઝેરી જંતુનાશક દવાઓ નાખવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે? કોઈપણ લીલું પાન (વૃક્ષ અથવા છોડવાના) દિવસ આખો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાક પેદા કરે છે. આ પાન ખોરાક નિર્માણ કરવાનું કારખાનું છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, જમીનમાંથી મૂળ દ્વારા ચોમાસાના વરસાદ અથવા કૂવા કે પાણીના તળાવમાંથી આપવામાં આવેલું પાણી ઊઠાવે છે અને તે સૂર્યપ્રકાશ લે છે. (પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રતિ દિન ૧૨.૫ કિલો કેલરી) આ ત્રણેય વસ્તુઓમાંથી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે.

પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી

 

જંગલનાં વૃક્ષોને યુરિયા અથવા ડી.એ.પી. કોણ આપે છે? જંતુનાશક દવાઓનો છંટકાવ કોણ કરે છે? વૃક્ષોને પાણી કોણ આપે છે? આમ છતાં આ ઝાડ પર મબલખ ફળ આવે છે. આપણે જંગલના કોઈપણ વૃક્ષ કે વનસ્પતિનું પર્ણ લઈને કોઈપણ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ એટલે એક પણ પોષક તત્વની ઊણપ જોવા મળશે નહીં. જંગલમાં કામ કરતાં આ નિયમનું ખેતરમાં અમલ એટલે પ્રાકૃતિક ખેતી.

પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે અને મુખ્ય પાક બોનસના રૂપમાં મળે છે, જેનાથી ખેડૂતનો ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે. પ્રાકૃતિક ખેતીનો નારો છે ‘ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં.   છોડ/ઝાડ ખોરાક બનાવવા માટે જરૂરિયાત મુજબ હવા, પાણી અને સૌર ઊર્જા પ્રકૃતિમાંથી લે છે, જે બિલકુલ મફત મળે છે. બાકી રહેલ ૧.૫ થી ૨ ટકા ખનીજો મૂળ દ્વારા જમીનમાંથી લે છે તે પણ મફતમાં જ મળે છે અને તે જમીનમાંથી જ મેળવી લે છે, કારણ કે તે મૂળભૂત રીતે જમીન છે. જ્યારે આ વાસ્તવિકતા છે કે, કંઈ પણ નાખ્યા વગર જંગલનાં વૃક્ષો વર્ષો વર્ષ અગણિત ફળો આપે છે, તો તેનો અર્થ એ થયો કે, તે વૃક્ષોનાં મૂળ પાસે જમીનમાં જરૂરી તમામ પોષક તત્ત્વો પહેલાંથી જ હાજર છે. જો આ તમામ જરૂરી પોષક તત્વો જમીનમાં ઉપલબ્ધ ન હોય તો વૃક્ષ, વનસ્પતિ છોડને ઉપલબ્ધ થાત નહીં.

 

જમીનના પૃથક્કરણમાંતો અનેક વખત જોવા મળ્યું કે, જમીનમાં પોષક તત્ત્વોની ઊણપ હોતી નથી. તેમ છતાં વધુ ઉત્પાદન મળતું નથી. આવું જમીનની ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ઊણપના કારણે થતું હોય છે. આવી જમીનમાં છોડવાઓને પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષક તત્ત્વો ઉપલબ્ધ થતાં નથી અને વાપ્સા તેમજ હ્યુમસ નિર્માણ થઈ શકતું નથી. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ હોવા છતાં પણ સારુ ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીમાં આ ગુણ જમીનમાં આપમેળે જ ઉપલબ્ધ થઈ જાય છે.

જમીનના પૃથક્કરણમાં એવું પણ જોવા મળ્યું કે કેટલાંય પોષક તત્ત્વ જમીનની નીચેની પ્રતમાં જમા થઈ જાય છે. નીચેની જમીનમાંથી જમીનની ઉપરની સપાટીએ પોષક તત્વો લાવવાનું કાર્ય પાનખરમાં ખરી પડેલાં સૂકા તે પોષક તત્વોને ખેંચીને ઉપર લાવીને પોતાની વિષ્ટાના માધ્યમથી મળને ઉપલબ્ધ તમે વિઘટન અને કેશાકર્ષણ શક્તિ દ્વારા તેમ જ આપણા દેશી અળસિયાંઓ કરે છે. આ અળસિયાઓ પોષક તત્વોને ખેંચી ઉપર લાવીને પોતાની વિસ્તારના માધ્યમથી મૂળને ઉપલબ્ધ કરાવવાનું મહાન કામ કરે છે.

આપણે જમીન ઉપર પડેલા દેશી ગાયના છાણને ઉઠાવીશું, તો જમીન ઉપર, જ્યાંથી છાણ ઉપાડેલું છે, ત્યાં બે ત્રણ છિદ્રો જોવા મળશે. આ છિદ્રો આપણા દેશી અળસિયાં કરે છે. તેનો મતલબ કે, દેશી ગાયના – છાણમાં દેશી અળસિયાંને ઉપર ખેંચવાની અદ્ભુત તાકાત છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ ઉપયોગી ભોજન ઉપલબ્ધ કરાવવાવાળા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. પ્રાકૃતિક કૃષિ માટે સૌથી મહત્વનું તત્વ હોય તો એ છે ગાયનું છાણ. ત્યારે વાત કરીએ કે એકર જમીન માટે કેટલું છાણ જોઈએ? એક મહિનાની અંદર ઓછામાં ઓછા એક વખત પ્રતિ એકર દેશી ગાયનું ૧૦ કિલોગ્રામ છાણ ઉપયોગમાં લેવાની જરૂર છે. એક દેશી ગાય એક દિવસમાં સરેરાશ ૧૧ કિલોગ્રામ છાણ, એક દેશી બળદ દિવસમાં સરેરાશ ૧૩ કિલોગ્રામ છાણ અને એક ભેંસ દિવસમાં ૧૫ કિલોગ્રામ છાણ આપે છે. એક ગાયનું એક દિવસનું છાણ એક એકર જમીન માટે એક મહિના માટે પૂરતું છે. આવી રીતના એક ગાયથી ૩૦ એકર ખેતીને એક મહિનામાં પોષણ પૂરું પાડી શકાય. તો ચાલો પ્રાકૃતિક કૃષિને જાણી સમજીને અપનાવીએ અને પ્રકૃતિના સંવર્ધન સાથે ઉત્તમ અર્થોપાર્જન કરીએ.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

        ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને આ પાયલટ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
          આ બેઠક દરમિયાન સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રેઝેન્ટેશન મારફત “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ, સહકાર રાજ્ય મંત્રીશ્રીએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે જરૂરી સૂચનો કાર્ય હતા તેમજ યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
         સહકાર ક્ષેત્રમાં સહકારિતાને વેગ આપવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપ સંઘાણી સહિત રાજ્યભરના દૂધ સંઘો તેમજ વિવિધ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના ચેરમેનઓ, મેનેજીંગ ડાયરેક્ટરઓ, CEO તેમજ સહકાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ

 

જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખને જરૂર જણાયે મદદરૂપ થવા સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સજ્જ; સેનાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે શ્રી શાહ દ્વારા ચર્ચા કરાઈ

જામનગર, તા.૯ મે, – રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અગ્રણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને કોઇ આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવાનો હતો.

શ્રી બી.એ.શાહે બેઠકની શરૂઆતમાં એરફોર્સ, આર્મી અને નેવીના અધિકારીઓને મેડીકલ સહાય, સાધનો તથા માનવબળ સહાય વિગેરે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષિત મદદ તથા આકસ્મિક સંજોગોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સંબંધે વહીવટી તંત્રના ધ્યાને મુકવા અંગેની કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સેનાને કોઈપણ પ્રકારની મદદ કે સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તત્પરતા દર્શાવી હતી. આ બેઠકની શરૂઆતમાં ઉપરોકત માહિતી મેળવી ઉપસ્થિત એરફોર્સ, નેવી, આર્મીના પ્રતિનિધિશ્રીઓનો આભાર માની તેમને બેઠકમાંથી તુર્ત રજા આપવામાં આવેલ.

બેઠક દરમિયાન શ્રી શાહે જિલ્લામાં ઉપલબ્ધ ફાયર ફાઇટર સહિતના સંસાધનો, હોસ્પિટલોમાં દવાઓ, બેડ, સ્ટાફ અને તબીબી સાધનોની પૂરતી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે કોઈપણ પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની તૈયારીઓ, જિલ્લાના માર્ગો પરિવહન માટે ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા માટેની કામગીરી અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.
વધુમાં, ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ સતત કાર્યરત રહે, જરૂરી વાહનોની વ્યવસ્થા જળવાઈ રહે, દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવા અને તેમની યાદી તૈયાર કરવી, ડેમેજ હેલ્પલાઇનને તાત્કાલિક રિપેર કરવી, પાણી પુરવઠો પહોંચાડવો, ફૂડ પેકેટ અને જરૂરી ઇંધણની વ્યવસ્થા તેમજ એમ્બ્યુલન્સની ફાળવણી વગેરે જેવી બાબતો અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવીને શ્રી શાહે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ વિભાગોને કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને જરૂર પડ્યે સેનાને મદદરૂપ થવા માટે સજ્જ રહેવા પણ સૂચન કર્યું હતું.\

પંચમહાલમાં કમોસમી વરસાદ..

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે સેટલમેન્ટ કમિશનરશ્રીને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા અને તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને અત્યંત જાગૃતિ અને તત્પરતા સાથે પોતાની ફરજો નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર શ્રી બી.એન. ખેર, તેમજ આર્મી, એરફોર્સ, નેવી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, રિલાયન્સ, નયારા, આઈ.ઓ.સી. સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિતિ રહ્યા હતા.

આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.