પિતાએ પુત્રની ઈચ્છા પૂરી કરવા લગ્નમાં હેલિકોપ્ટર મંગાવ્યું

શહેરા તાલુકાના ભોટવા ગામના વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને લગ્ન કરવા ડોકવા ગામ ખાતે ગયા હતા…

લાડકા પુત્રની જાન હેલિકોપ્ટરમાં લઈ જઈને પુત્રની ઈચ્છા પિતા એ પૂરી કરી…

પંચમહાલ ના શહેરા તાલુકાના ભોટવા ગામે લગ્ન પ્રસંગે હેલિકોપ્ટર આવતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા.જોકે પિતાએ પોતાના પુત્રની ઇચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને લગ્નમાં હેલિકોપ્ટર મંગાવીને લાડકા પુત્રની જાન લઈ જઈને લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો..

વી..ઓ….પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે રહેતા કાળુસિંહ બાદરસિંહ બારિયાના પુત્ર પ્રવીણ ના લગ્ન ડોકવા ગામે રહેતા ભારતસિંહ પ્રતાપસિંહ મકવાણાની પુત્રી ઈન્દિરાકુમારી સાથે નક્કી કર્યા હતા. જોકે પ્રવિણની ઈચ્છા હતી કે તે હેલિકોપ્ટર મા બેસીને તે પરણવા જાય તે માટે તેને પોતાના પિતા કાળુસિંહ સમક્ષ પોતાની ઈચ્છા મૂકી હતી ,જેથી આ પરિવાર દ્વારા લગ્નમાં કઈક અલગ કરવાનુ વિચાર્યુ એટલે પ્રવિણકુમારની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનુ નકકી કર્યું હતુ.

સમાજના રીતે રિવાજ મુજબ જાનપ્રસ્થાનના સમયે અમદાવાદ થી હેલિકોપ્ટર ભોટવા ગામે આવી પહોંચ્યુ હતું. વરરાજા પ્રવિણસિંહ બારિયા પોતાના પરિવાર સાથે હેલિકોપ્ટરમાં બેસીને ડોકવા ગામ ખાતે લગ્નન કરવા પહોચ્યા હતા, લગ્નવિધી પૂર્ણ થયા બાદ પ્રવીણ સાથે દુલ્હન પણ હેલિકોપ્ટરમાં બેસીને પોતાની સાસરીમાં આવી હતી.હેલિકોપ્ટર જોવા ભોટવા સહિત આસપાસના ગામ માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જોકે પંચમહાલ જિલ્લામાં હાલમાં લગ્નસરાની મોસમ ધૂમધામ થી ચાલી રહી હોવા સાથે લગ્નન પ્રસંગે જિલ્લાામાં પહેલીવાર લગ્નમાં હેલિકોપ્ટર આવ્યુ હોય એમ કહીએ તો નવાઈ નહી,હેલિકોપ્ટરની સુરક્ષાને લઈને ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ પણ ત્યાં હાજર રહી હતી.નવદંપતી એ પરિવારજનોના આશીર્વાદ મેળવીને લગ્ન જીવનની શરૂઆત કરી હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો

છેલ્લા અઢી વરસ થી ગૌચર જમીન ના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા.


વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું ૨૦૨૩ માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી ને ફરિયાદો દાખલ કરાઈ હતી તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બે બે વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિએ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે …

મહત્વનું છે કે જ્યારે રાજકોટ જિલ્લા અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને તેવામાં વડાપ્રધાન અને અમિત શાહ જેવા કેન્દ્રીય નેતાઓના નામથી જ્યારે જીત હાંસિલ કરી હોય તેવામાં ખુદ નરેન્દ્ર મોદી સાહેબે સ્પષ્ટ આદેશ કર્યા હોવા છતાં અને અંગત સૂચના અને લક્ષ્ય લઈ અને કાર્યવાહી કરવાના કહેવામાં આવ્યું હોય ત્યારે રાજકોટ જિલ્લામાં એક પણ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું જેથી કહી શકીએ કે વડાપ્રધાન ના આદેશનું સ્થાનિક અધિકારીઓ ઘોળીને પી ગયા હતા અને જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ભુમાખીયાઓને બચાવવાના મરણિયા પ્રયાસ થઈ રહ્યા છે અને ગૌચર જમીન મોટાભાગની ગેરકાયદેસર દબાણ કબજાઓ અને માટીના ખંડન વિરુદ્ધમાં હવે મામલો કેન્દ્રીય ન્યાય મંત્રાલય માં ગયો છે…

આ સાથે મિશન માતૃભૂમિ સ્પષ્ટ કહ્યું હતું કે અમારે કોઈ પણ રાજકારણમાં રસ નથી અને અમારે કોઈ રાજકારણ રમવું નથી પણ સ્થાનિક નેતાઓની મિલીભગતથી ચાલતા ગૌચર કૌભાંડમાં ના કારણે સ્થાનિક પશુધન અને પ્રાણીઓ મોટા પ્રમાણે હેરાન થઈ રહ્યું છે……


મિશન માતૃભૂમિ મોટી પરબડી અને ભાડેર ની ગૌચર જમીન ખાલી કરવાના પણ ફરિયાદો દાખલ કરી હતી પરંતુ ત્યાં પણ ધોરાજીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા લલિત વસોયાએ ગૌચર જમીનની કાર્યવાહીના માં અડચણ ઊભી કરી હતી જેના પણ આક્ષેપ મિશન માતૃભૂમિ દ્વારા કરવામાં આવ્યા છે મિશન માતૃભૂમિ તેમ પણ કહ્યું હતું કે હાલમાં ડિમોલેશન બાબતે સરકારની કાર્યવાહી માં હસ્તક્ષેપક કરતા નેતાઓને કહ્યું હતું કે જો ડિમોલેશન કાર્યો અને એટલી પણ તકલીફ થતી હોય તો કાં તો તમારા સર્વે નંબર આપી દો અથવા તો સરકારશ્રીની યોજનાઓનો લાઈવ લઈ શકાય છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે ગૌચર જમીન અને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ ચાલી રહી છે અને જ્યારે સ્થાનિક કક્ષાએ પ્લોટીંગ ની માંગણી કરી તેમાં મકાન કે રહેણાંક વિસ્તાર બનાવી શકાય છે પરંતુ મોટાભાગના વ્યક્તિઓએ એવું ન કર્યું..

અને માંગણી કરવામાં ન આવી પરિણામ સ્વરૂપ ગૌચર જમીન અને સરકારી ખરાબ આમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે મકાન બનાવી દેવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો જ્યારે પ્લોટ ફાળવવાની વાત હોય ત્યારે મફતના ભાવમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપે છે પરંતુ એનો કોઈ લાભ લેતું નથી અથવા લેવા તૈયાર નથી અને ગેરકાયદેસર રીતે મકાન કે રહેણાંક બનાવી દે છે ત્યારે ડિમોલેશન કાર્યવાહી થવાની છે.

મિશન માતૃભૂમિએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગૌચર જમીનમાં કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે જો સ્થાનિક લેવલના નેતાઓ દ્વારા કોઈપણ જગ્યાએ ગૌચર જમીનની કાર્યવાહી કે તંત્રની કાર્યવાહીમાં અડચણ ઊભી કરશે તેના પુરાવા સહિત પરિણામ ભોગવવા માટે સ્થાનિક લેવલના નેતાઓ તૈયાર રહે તેવું પણ સ્પષ્ટ કહ્યું હતું…અને ગૌચર જમીન કાર્યવાહીથી રાજકાર દુર રહે બાકી કયા નેતા એ ક્યા શું કર્યુ છે એ તમામને ખબર છે જ…એટલે ગૌચર જમીન સીવાઈ ગમે ત્યા રાજકારણ રમો મીશન માતૃભુમિને વાંધો નથી..પણ ગૌચર જમીન ખાલી કરવા બાબતથી દુર રહેવુ તમામ નેતાઓ માટે હીતાવહ રહેશે તેવું મિશન માતૃભૂમિનાં હરીશ રાવતે સ્પષ્ટ જણાવ્યું હતું….

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.

જામનગર, સંજીવ રાજપૂત: “નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી” – શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ 22 એપ્રિલ 2025 ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો.


મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ, 11 રેપિડ (એચ) અને ચેરમેન, એલબીએ, સૈનિક સ્કૂલ બાલાચડી આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. તેમના આગમન પર સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા મુખ્ય મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના યુદ્ધ સ્મારક – શૌર્ય સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બાદમાં કેડેટ વૈષ્ણવી દ્વારા તેમને સેન્ડ મોડેલ પર શાળા અને તેની આસપાસના વિસ્તાર વિશે માહિતી આપવામાં આવી હતી જેની મુખ્ય મહેમાન દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


મુખ્ય મહેમાને વિવિધ શાળા નિમણૂકો અને હાઉસ કેપ્ટન માટે નામાંકિત કેડેટ્સને નિમણૂકો આપી. કેડેટ્સને સમયપાલન, શિસ્ત, નૈતિક મૂલ્યો, શિક્ષણ, રમતો અને રમતગમત, સકારાત્મક વલણ, નેતૃત્વના ગુણો વગેરે જેવા સર્વાંગી ગુણોના આધારે નિમણૂક આપવામાં આવી હતી જેથી તેઓ તેમના સાથી શાળાના મિત્રો માટે રોલ મોડેલ બની શકે. નવી નિમણૂકોને શાળાના નિયમો અને નિયમો પ્રત્યેની તેમની વફાદારી માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

નિમણૂક પામેલા કેડેટ્સ ગૃહોમાં વિવિધ અભ્યાસક્રમ અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખશે અને શાળાના સુગમ સંચાલનમાં વહીવટને ટેકો આપશે. મુખ્ય મહેમાન દ્વારા તેમના સંબોધનમાં નવી નિમણૂકોને અભિનંદન આપવામાં આવ્યા હતા અને કેડેટ્સમાં નેતૃત્વના ગુણો કેળવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. તેમણે કેડેટ્સને તેમના સપના સાકાર કરવા માટે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી અને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પિત બનવા માટે પ્રેરિત કર્યા હતા.

તેમણે કેડેટ્સને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. તેમણે પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે ‘સારા લીડર’ ‘સારા લીડર’ બનાવે છે, આ સંદર્ભમાં તેમણે ધોરણ 12 ના કેડેટ્સને તેમના જુનિયર અને અન્ય કેડેટ્સને હંમેશા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી. તેમણે કેડેટ્સ અને શાળાના વિકાસ માટે સમર્પિત નિઃસ્વાર્થ સેવા માટે અધિકારીઓ અને સ્ટાફની પણ પ્રશંસા કરી.


શાળા વતી આચાર્યએ મુખ્ય મહેમાનને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું. શાળા કેડેટ કેપ્ટન, કેડેટ શિવમ ગાવરે આભાર માન્યો.


મુખ્ય મહેમાને કેડેટ્સ અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી અને ત્યારબાદ તેમને સમગ્ર કેમ્પસનો નજારો માણવા પ્રવાસ કરાવવામાં આવ્યો. આ સમારંભ મેસમાં કેડેટ્સ અને સ્ટાફ સાથે બપોરનું ભોજન માણી પૂર્ણ થયો.

ઊંઝા તાલુકો હવે બનશે ટીબી મુક્ત

પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેક કરવાના RTPCR મશીનનું ઊંઝા ધારાસભ્યશ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન ને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ આદરણીય શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય તે માટેનું ટ્રુ નાટ મશીન ખરીદવા માટે રૂપિયા 11 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ગ્રાન્ટ માંથી જિલ્લા ટીબી ઓફિસ મહેસાણા દ્વારા મશીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તે મશીનનું આજે ઊંઝા સિવિલ માં પૂર્વ સાંસદ શારદાબેન અને ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા લોકાર્પણ આવ્યું.

આ મશીન થી ઊંઝા અને આજુબાજુના વિસ્તારના તથા પાડોશી રાજ્ય રાજસ્થાન થી આવતા ટીબીના પેશન્ટોને જેમ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા તેવી જ રીતે ટીબીના પણ આરટીપીસીઆર ટેસ્ટ થશે અને એક જ કલાકમાં ટીબી છે કે નહીં તેમજ તેમને કયા પ્રકારનું ટીબી છે તેનું નિદાન થશે. આ ઝડપથી નિદાન થવાથી ટીબીનો પ્રકાર કયો છે અને તેને કઈ દવા થી ઈલાજ કરવો તેનું માર્ગદર્શન ઝડપ થી મળશે જેથી ટીબી નાબુદ કરવામાં આ મશીન ખુબ જ ઉપયોગી થશે. આ મશીનની એક ખાસ વિશેષતા એ પણ છે કે સાદા માઈક્રોસ્કોપમાં 10,000 બેક્ટેરિયા/1ML ના લોડ ઉપર નિદાન થાય છે જ્યારે આ મશીનમાં ફક્ત 500 બેક્ટેરિયા/1ml નો લોડ હોય તો પણ ટીબી ડિટેકટ થાય છે. આ મશીન થી ટીબી સિવાય ૯ પ્રકારના અન્ય રોગો જેવા કે કોરોના, મલેરિયા, ડેન્ગ્યું, H1N1, ચિકનગુનીયા તથા હિપેટાઈટીસ B અને C નું પણ નિદાન થશે.

મહેસાણા જિલ્લામાં ફક્ત વડનગર GMRES અને કડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ પ્રકારનું મશીન છે અને હવે ઊંઝા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ માં પણ આ મશીન ઉપલબ્ધ છે.

આ પહેલા કોરોના કાળ માં પણ પૂર્વ સાંસદ શ્રી શારદાબેન અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલ ની 50-50 ટકા ગ્રાન્ટમાંથી ઊંઝા હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ હતી.

આજે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના ટ્રુ નાટ મશીન નું પૂર્વ સાંસદ શારદાબેન પટેલ અને ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે APMC ઊંઝાના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, સેવા મંડળના સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સંજય રાવળ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી અંજુબેન, ઊંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અધિક્ષક શ્રી ગાર્ગીબેન પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

પૃથ્વી એટલે જળ, જમીન, વાયુ, વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિનું સહઅસ્તિત્વ ધરાવતી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ. આ પૃથ્વી અને તેના પર્યાવરણની જાળવણી કરવી એ આપણું કર્તવ્ય છે.

વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનના લક્ષ્યને પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન સાથે પર્યાવરણપ્રિય વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

આજના વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે આપણે અક્ષય ઊર્જાના ઉપયોગ તથા મહત્તમ વૃક્ષારોપણ થકી પર્યાવરણ અને પ્રાકૃતિક સંસાધનોના જતન માટે સંકલ્પબદ્ધ થઈએ અને આવનારી પેઢીને સુંદર-સ્વચ્છ-સ્વસ્થ વાતાવરણ ધરાવતી પૃથ્વીની ભેટ આપીએ.

“ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસની ઉજવણી”

ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી રહ્યું છે: શિક્ષણમંત્રી પ્રફુલભાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય શિક્ષણ મંડળની સ્થાપના સન 1969માં રામનવમીના દિવસે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય શિક્ષણમાં ભારતીયતા લાવવાનો હતો. ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ગુજરાત પ્રાંત સ્તરીય સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભારતીય શિક્ષણ મંડળ શિક્ષણના ભારતીયકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેના આવા તમામ પ્રયાસોની સરાહના કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે “ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભા.શિ.મ. કરી રહ્યું છે તેના માટે હું સંગઠન અને તેના ઋષિતુલ્ય કાર્યકર્તાઓને વંદન કરું છુ.

વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આપી છે તેમાં પણ ભારતીય શિક્ષણ મંડળનું અમુલ્ય યોગદાન રહ્યું છે. ખરા અર્થમાં ભારતીય શિક્ષણ મંડળ ભારતીય ઈતિહાસ, માતૃભાષામાં શિક્ષણ 64 કલાઓ અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. આજે વિશ્વના કેટલાય દેશોમાં ગુરુકુળ શિક્ષણ પ્રણાલી ઉપર કાર્ય શરુ કરવામાં આવ્યું છે જેનું શ્રેય પણ હું આ સંગઠનને આપું છુ.”

ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંત અધ્યક્ષ પ્રો. વી.કે. શ્રીવાસ્તવજીએ અધ્યક્ષીય ઉદ્દબોધનમાં ઉપસ્થિત સૌને આવકાર્ય હતા. તેમને ભારતીય શિક્ષણ મંડળનો ગૌરવમય ઈતિહાસ સૌ સમક્ષ રજૂ કર્યો હતો. સંગઠનના કાર્યને તેમણે પાંચ સૂત્રોમાં રજૂ કર્યું હતું જેમાં શિક્ષા સાથે દીક્ષા, પ્રકૃતિ સાથે સંસ્કૃતિ, ભવ્યતા સાથે સભ્યતા, ભારતીય જ્ઞાન સાથે વિજ્ઞાન અને ભારતીય જ્ઞાન સાથે અનુસંધાન દ્વારા સમજાવ્યું હતું.

રામ શર્માજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે “ભારતીય જડોને મજબૂત કરવા તથા ભારતીય સંસ્કૃતિને શિક્ષણ સાથે જોડીને જ ખરા અર્થમા આઝાદીનો ઉત્સવ મનાવી શકાય છે. આજે ભારત પોતાના ત્યાગ, તપસ્યા અને પરિશ્રમથી જ આગળ આવ્યું છે. ભારતીય જ્ઞાન પરંપરાને સ્થાપિત કરવી એ આપણા સૌનું સહિયારું લક્ષ્ય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સરકાર્યવાહક માનનીય શૈલેશ પટેલજીએ પોતાના વિચાર રજૂ કરતા જણાવ્યું હતું કે “ ભારતીય જ્ઞાન પરંપરા જ્ઞાન અને વિજ્ઞાનથી બની છે તેને ભારતીય શિક્ષણ મંડળ આગળ લઇ જવાનું કાર્ય કરી રહી છે. તેમને ભારતને સુપર પાવરની પરંતુ વિશ્વગુરુ બનાવાવની વાત કરી હતી. કાર્યકર્તા ભાવ અને કર્મ ઉપર સારગર્ભિત વાત તેમણે કહી હતી. ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સહમંત્રી શ્રી સુનીલ શર્માજીએ પોતાના વિચાર રજૂ કરતા કહ્યું હતું કે “ભારતીય મૂલ્યો એ શિક્ષણનો એક ભાગ છે. આજે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો સમગ્ર વિશ્વમાં પોતાની કુશળતાનો ડંકો વગાડી રહ્યા છે તેની પાછળનું કારણ ભારતમાં નૈતિક મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ભારત કેન્દ્રિત શિક્ષા વ્યવસ્થા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું ઉત્તમ માધ્યમ છે. NEP તૈયાર કરવામાં ભારતીય શિક્ષણ મંડળનું અનેરું યોગદાન છે.

ઉપરાંત તેમણે સંગઠનની તમામ ગતિવિધિઓ અને પ્રકલ્પોની માહિતી, કાર્યપ્રણાલી વિષે સૌને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય ગુરુકુળ ગતિવિધિ પ્રમુખ આચાર્ય દીપ કોઈરાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે, ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છે, આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીનું આહવાન, લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે : મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા

જામનગર તા.21 એપ્રિલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીરથી ઉત્તમ બીજું કોઈ સુખ નથી. ઉત્તમ સ્વાસ્થ્ય થકી જ સમાજ સેવા, દેશ સેવા અને માનવ સેવા શક્ય બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શરીરનું સ્વસ્થ હોવું આવશ્યક છે. ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટે અકલ્પનિય કામ કર્યું છે. ભારતના ઋષિઓ રિસર્ચ સ્કોલર હતા, જેઓએ દરેક ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને આયુર્વેદને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું હતું.

આયુર્વેદના ‘લાંઘન પરમોષધમ’ ના મંત્રને જીવનમાં ઉતારવાનું કહી તેનું મહત્વ સમજાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ઉચિત આહાર-વિહાર અને જીવન શૈલી થકી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ સૌને આયુર્વેદ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી વૈદિક ઋષિઓએ આપેલી આ અણમોલ ચિકિત્સા પદ્ધતિ તરફ વળવા અને રોજિંદા જીવનમાં તેને અપનાવવા અનુરોધ કર્યો હતો.

એલોપેથી તેમજ રસાયણોથી બનેલી દવાઓ રોગો તથા દર્દોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદની અનુપમ વિદ્યા સંપૂર્ણ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે. આજે ભેળસેળયુક્ત ખોરાક, અવ્યવસ્થિત જીવનશૈલી તેમજ આહાર વિહારના દુરુપયોગને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બન્યું છે. ત્યારે, આયુર્વેદે આપેલા સંયમ અને ચિકિત્સા પદ્ધતિ આપણને રોગોમાંથી કાયમી મુક્ત કરી સ્વસ્થ જીવન આપી શકે છે તેમ જણાવી આયુર્વેદના પંચકર્મ અને ચિકિત્સા પદ્ધતિ થકી મેળવેલ સ્વસ્થતા વિશેના પોતાના અનુભવો રાજ્યપાલશ્રીએ વર્ણવ્યા હતા.

પદવી પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુક્ત બને તે દિશામાં કામગીરી કરજો.

આ તકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહીછે.

આ અવસરે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોઘન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, આયુષ નિયામકશ્રી વૈદ્યશ્રી જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવશ્રી ડૉ.અશોક ચાવડા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવશ્રી મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામકશ્રી તનુજા નેસરી, સિનિયર પ્રોફેસરશ્રી અનુપ ઇન્દોર્ય, અગ્રણીઓશ્રી, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.