‘તેરા તુજ કો અર્પણ’: ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ

માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૫૫.૦૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં ૨૧૦૮ કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે રૂ. ૫૫.૦૭ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.

તેરા તુજકો અર્પણ અંતર્ગત વર્ષ ૨૦૨૫ના ગુજરાત પોલીસે રાજ્યભરમાં જાન્યુઆરી મહિનામાં ૬૮૬ કાર્યક્રમો યોજીને રૂ.૨૦.૧૮ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ, ફેબ્રુઆરી મહિનામાં ૬૧૨ કાર્યક્રમો યોજીને રૂ.૧૩.૮૪ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ અને માર્ચ મહિનામાં ૮૧૦ કાર્યક્રમો યોજીને રૂ.૨૧.૦૪ કરોડથી વધુ રકમનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો છે.

પોલીસ સ્ટેશનમાં ચોરી, લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરીયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય એ ‘તેરા તુજકો અર્પણ’નો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ-લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે.

‘તેરા તુજ કો અર્પણ’ ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ છે અને આ કાર્યક્રમ ઓછામાં ઓછા સમયગાળામાં મૂળ માલિકોને તેમની ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુ પરત મળી રહે તેવા પ્રયત્નની ફલશ્રૃતિ છે.

૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: “મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!” આ શબ્દો છે 82 વર્ષની ઉંમરે પણ યુવાન મનોવસ્થા ધરાવતાં રમીલાબહેન શુક્લાના, જેમણે તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. આટલી જૈફ વયે અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા રમીલાબહેનને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને આનંદિત થયા હતા. આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરનારાઓમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા પણ સામેલ હતા!

ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા રમીલાબહેન સ્વભાવે પહેલેથી જ ખૂબ મહેનતુ હતા. લગ્ન પહેલા વર્ષ 1965માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાની જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું.

રમીલાબહેનનું કિશોરાવસ્થાનું સ્વપ્ન હતું કે તેઓ ખૂબ જ ભણે. ભણવું વાંચવું અને વિચારવું એ રમીલાબહેનની ગમતી પ્રવૃત્તિઓ છે. 71 વર્ષની ઉંમરે તેમને એવું લાગ્યું કે હવે સંસારની બધી જવાબદારી તેમણે નિભાવી લીધી છે અને તેમની સહ ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો તેઓ સાંભળે છે, તેવી જિંદગી તેમને નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. રમીલાબહેન અને તેમના કુટુંબ માટે આ એક ગર્વની વાત હતી.

રમીલાબહેન આટલાથી સંતોષ માનવામાં રાજી નહોતા. તેમણે વધુ અભ્યાસ કરવા માટે નિશ્ચય કરી લીધો હતો. આમ કરતા તેમણે PhD એટલે કે, ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. આ ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવી એ નાની વાત ન હતી. રમીલાબહેને જોયું કે PhDની પરીક્ષા આપવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે; તેમ છતાં તેમણે પીછેહટ ના કરી.

PhDના કોર્સમાં એડમિશન લેવા માટે તેમણે પહેલો પડાવ પાર કરવાનો હતો. PhDની પ્રવેશ પરીક્ષા માટે રમીલાબહેને ટ્યુશનનો સહારો લીધો. આ પરીક્ષા પાસ કરીને તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના PhD કોર્સમાં એડમિશન લીધું. ગુજરાતી વિષયમાં ખૂબ જ રસ હોવાથી PhD માટે રમીલાબહેને ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ વિષય પસંદ કર્યો.

રમીલાબહેન પાસે કમ્પ્યૂટરનું જ્ઞાન ન હતું અને તેમણે ડીગ્રી પ્રાપ્ત કરવા માટે ગુજરાતી ટાઈપિંગ કરવું જરૂરી હતું. કેમ કે, PhD માટેના થીસીસ લખવા માટે કમ્પ્યૂટરનો સહારો લેવો અનિવાર્ય હતો, તેઓએ આ માટે કમ્પ્યૂટરનું પાયાનું જ્ઞાન લીધું અને કમ્પ્યૂટર ઉપર જરૂરિયાત પૂરતું કામ કરી શકે તેટલું તેઓ શીખી ગયા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર યોગેન્દ્રભાઈ પારેખ રમીલાબહેનની PhD ડિગ્રી માટે તેમના પ્રોફેસર અને ગાઇડ હતા. પ્રો. યોગેન્દ્રભાઈ તેમને દરેક પડાવ ઉપર માર્ગદર્શન – મદદ કરતા હતા. રમીલાબહેન કુતુહલવશ પ્રો. યોગેન્દ્રભાઈને પૂછતા કે, PhD કરવા માટે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચવા પડે? પ્રો. યોગેન્દ્રભાઈ કહેતા કે, પોતાના વિષયના ઓછામાં ઓછા 100 પુસ્તકો વાંચવા પડે. રમીલાબહેને પોતાની વાંચનશક્તિનો ભરપૂર ઉપયોગ કરીને 135 જેટલા પુસ્તકો વાંચી પોતાના વિષય માટે થીસીસ લખ્યો.

પોતાના ભણતર દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી તેમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો. યુનિવર્સિટીએ તેમના જેવા વિદ્યાર્થી પ્રત્યે સમજણ દાખવી ભણતરમાં તેમને ખૂબ સાથ સહકાર આપ્યો. યુનિવર્સિટી તરફથી મળેલા આ સાથ સહકાર બદલ તેવો યુનિવર્સિટી માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. સુશ્રી અમીબહેન ઉપાધ્યાય કહે છે કે, “ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે કોઈપણ ઉંમરે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો છો. ભારતીય સંસ્કૃતિ હંમેશાં જ્ઞાનકેન્દ્રિત રહી છે ત્યારે 82 વર્ષની ઉંમરે PhDની ડીગ્રી પ્રાપ્ત કરવા માટે હું રમીલાબહેનને ખૂબ જ શુભેચ્છાઓ આપું છું. તેઓ આ ઉંમરે બીજી મહિલાઓ અને મોટી ઉંમરના વ્યક્તિઓને જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સાથે જોડાઈને રમીલાબહેનની જેમ સૌ કોઈ જ્ઞાન મેળવીને સફળતા પ્રાપ્ત કરી શકે છે.”

રમીલાબહેન પોતાના પરિવારે આપેલા સાથ સહકાર બદલ ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરે છે. રમીલાબહેન પોતાના જીવનસાથી ગુજરી ગયાના 30 વર્ષ બાદ પણ આ રીતે ભણી શક્યા તે માટે તેઓ ખૂબ જ આનંદિત છે.

પોતાના વિષય ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી-એક અભ્યાસ’ માટે તેઓને દિલથી પ્રેમ છે. ગઝલ પ્રત્યે રમીલાબહેન અંદરથી જ રસ ધરાવે છે. ‘જીવું છુ ત્યાં સુધી જીવતી રહું’ એવો વિશ્વાસ ધરાવનાર રમીલાબહેન શૂન્ય પાલનપુરીની ગઝલ પ્રત્યે ખૂબ જ ઊંડો પ્રેમ ધરાવે છે. શૂન્ય પાલનપુરીની ગઝલમાં તેમને ખૂબ જ વિષય વૈવિધ્યતા દેખાય છે. વિવિધ વિષયો ઉપરના શેર જેમ કે, પ્રણય, ઈશ્વર અને ધર્મને ભેગા કરીને તેનું કલેક્શન કરી લખવાનું તેઓ પસંદ કરતા હતા. રમીલાબહેન કહે છે કે, તેઓ શૂન્ય પાલનપુરીના વિષયને પસંદ કરીને ડિગ્રી મેળવવા ઉપરાંત દિલથી પણ સમૃદ્ધ થયા છે. પોતાના રસનો વિષય જ્યારે ભણવા મળી જાય ત્યારે ભણવાની કેવી મજા આવે તે એક વિદ્યાર્થી જ સમજી શકે છે!

“સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી, ખમ્મા ખમ્મા’! હિંમત બોલી, અલ્લા બેલી’!”

શૂન્ય પાલનપુરીની આ ગઝલની જેમ જ ઠોસ મનોબળ ધરાવતા રમીલાબહેન કોઈપણ ડગલું ભરતા પહેલા તેના ઉપર પૂરેપૂરું મનોમંથન કરીને પછી જ તેમાં આગળ વધે છે અને ત્યારબાદ તેઓ તેમાં પીછેહટ નથી કરતા. જીવન જીવવાની ધગશથી ભરેલા રમીલાબહેન મહિલાઓ અને મોટી ઉંમરના લોકો માટે ઉદાહરણ સમાન છે. રમીલાબહેનમાંથી ડૉ. રમીલાબહેન શુક્લા બનવાની સફરમાં તેમની આખી જિંદગીનો સાર છે. મહેનત અને પરિશ્રમના સહારે આ ઉંમરે પોતાના સ્વપ્ન પૂરા કરતાં 82 વર્ષના આ મહિલા સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત છે.

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે 2047 સુધીમાં એક વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિઝનને સાકાર કરવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. આ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અનંત અનાદિ વડનગરમાં આવેલું આર્કિયોલોજીકલ એક્સપિરીયન્સ મ્યુઝિયમ (પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય) છે.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે વિશ્વ વારસા દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે.

75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી
આજે ગુજરાતનું વડનગર તેના ઐતિહાસિક વારસાને પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયના રૂપમાં સાચવીને બેઠું છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં સ્થિત આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી મ્યુઝિયમ ખૂલતાં જ માત્ર 75 દિવસમાં કુલ 32,000 લોકોએ તેની મુલાકાત લીધી હતી, જે સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે. આ મુલાકાતીઓમાં લગભગ 28% વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રવાસીઓ છે. બાકીના મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે.

પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય: વડનગરની 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ
આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે જેમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને શાસનનું મિશ્રણ છે. મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે વડનગર હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ તમામ ઐતિહાસિક ખાસિયતોને ધ્યાનમાં રાખીને આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. ₹298 કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય એ આંતરરાષ્ટ્રીય વારસા દિવસની ભાવના સાથે સુસંગત છે, જે ભારતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. ટેક્નોલૉજી, વારસા અને શિક્ષણનો સમન્વય ધરાવતું આ સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સાથે ભાવિ પેઢીઓને શિક્ષિત પણ કરશે.

“વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા”

‌ દ્વારકાનાં વાચ્છુ ગામે શ્રી પંચમુખી હનુમાનજી નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, હનુમાન ચરિત્ર કથા, મહા પ્રસાદ અને સાહિત્ય લોક ડાયરા‌ જેવા વિવિધ ધાર્મિક આયોજનો કરાયા.

ધારાસભ્ય પબુભા માણેક અને માણેક પરિવારનાં આ ધાર્મિક આયોજનને ઓખામંડળ બારાડી ની ધર્મ પ્રેમી જનતાએ મનભરીને માણ્યો. શ્રી હનુમાન જન્મ જયંતિ નાં પાવન અવસરે વાચ્છુ ગામે બદ્રિનાથધામના સંત બાલક યોગેશ્વર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં ૪ દિવસ સુધી ધાર્મિક પ્રસંગો ઉજવાયા.


શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિની બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ પ્રસંગે સંતો,મહંતો, રાજકીય આગેવાનો, વિવિધ જ્ઞાતિના વડીલો, ક્ષત્રિય વાઘેર સમાજ અને ઓખા મંડળની અબાલ વૃદ્ધ સૌ કોઈ એ પોતાની હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો હતો.


પ્રથમ દિવસે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હનુમાન ચરિત્ર કથાનું દરરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ચરિત્ર કથાનાં વિરામનાં દિવસે રાત્રે ૧૦ વાગે હનુમાનજી મંદિરનાં વિશાળ પટાંગણમાં ભવ્ય અને સુંદર સાહિત્ય લોક ડાયરા નું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં ઓખા મંડળનાં પસંદિદા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને અનુભા ગઢવી ની જોડીએ દર્શકોને પોતાની આગવી શૈલી અને સંગીતનાં તાલે સાહિત્ય અને વીર રસની વાતોથી મંત્ર મુગ્ધ કર્યા હતા.


આ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો, ખાસ કરીને આમંત્રિત મહેમાનો અને પબુભા ના પુત્રો ઉપરાંત પબુભા પોતે પણ સાહિત્ય કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. વિશેષમાં આ લોક ડાયરામાં ડોલરનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.
આ લોક ડાયરામાં ઓખા મંડળ અને બારાડી પંથકના સંગીત સાહિત્યનાં શોખીનો ઉમટી પડ્યા હતા.

સંપત્તિ વેરો, પાણી વેરો, સફાઈ વેરો, શિક્ષણ વેરો… મ્યુનિસિપલ કોર્પોરેશન આપણાં શહેરના નાગરિકો પાસેથી અનેક પ્રકારના વેરાઓ ઉઘરાવે છે.

અને આપણે બધા જાગૃત નાગરિકો ફરજ તરીકે સમયસર વેરા ચૂકવીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ.

પણ શું તંત્ર પોતાની જવાબદારી નિભાવે છે?

દુઃખની વાત છે કે ઘણીવાર અમલદારો કે સફાઈ કર્મચારીઓ બેદરકારી દાખવે છે. રસ્તા ગંદા રહે છે, લાઇટ બંધ રહે છે, કચરો સમયસર ન ઉઠાવાય – અને તંત્ર જાણતાં અજાણતાં આંખ બંધ રાખે છે.

મિત્રો, વેરો ચૂકવવો એ આપણા કર્તવ્યનો એક હિસ્સો છે – પણ જ્યાં તંત્ર ચૂકી જાય, ત્યાં અવાજ ઉઠાવવો એ પણ આપણી ફરજ છે.

તમે ફરિયાદ કરો – કારણ કે તમારી ફરિયાદના આધારે તંત્ર હરકતમાં આવશે.
તમારું એક પગલું આખા શહેર માટે સુધાર લાવી શકે છે.

જાગો નાગરિકો… બેદરકાર તંત્રને જવાબદાર બનાવો!
ફરિયાદ કરો અને તમારા હક્ક માટે ઊભા રહો!
શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવામાં તમારી ભૂમિકા નિર્ભર છે!”

જામનગર મા રહેતા દરેક વ્યક્તિ પોતાના વિસ્તાર મા યોગ્ય સાફ સફાઈ, મચ્છરનો ઉપદ્રવ, ખરાબ રોડ રસ્તા, મરેલા જાનવરો, ડ્રેનેજ વિભાગ ,ઓછા ફોર્સ થી પાણી, ટીપર વાન, સ્ટ્રીટ લાઈટ, કુતરા નો ત્રાસ, રખડતા ઢોર, જંતુ નાશક દવા નો છંટકાવ જેવી જામનગર મ્યુનિસિપલ ને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીયાદ વિભાગ 0288 2550131 0288 255032 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકો છો …

તુરંત ફરીયાદ નોંધાવો…
કારણ આપ વેરો 365 દીવસ ના ભરતા હોય છો, તો પછી કામ ન ઉકેલાય તે કેવી રીતે ચાલે….કમ સે કમ સફાઈ તો દરરોજ થવી જ જોઈએ…

હવે તો ફોન કરવો પણ સાવ મફત છે… તમે ફકત તમારી આળસ થી તમારો ગલી,મહોલ્લો ચોખ્ખો નથી રાખતા.., ફરીયાદ નોંધાવો..તેમા આળસ નો કરો..

જો JMC ફોન બંધ હોય કે નો રિપ્લે થઈ જાય તો ઓન લાઈન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની એપ ઉપર પણ ફરીયાદ નોંધાવી શકો છો

https://www.mcjamnagar.com/OnlineServices/Complaints.aspx?SID=OSER

યોગ્ય ન થતાં દરેક કામ ની દરરોજ ફરિયાદ નોંધાવો, આ નંબર પર ની ફરિયાદ કમિશનર ઓફિસ ઉપર જતી હોવાથી તમારું કામ નાના મોટા દરેકે કર્મચારી ને કરવુ જ પડશે…

તમે આ નંબર ઉપર ફોન કરો તો ફોન રેકોર્ડીંગ કરી લેવુ જેથી કરીને ફોન ઉપર તોછડો જવાબ કે ફરિયાદ નોંધાવતાં કઈ આનાકાની થાય તો મીડિયા ની મદદ લઇ શકાય…
ટૉલ ફ્રી નંબર 18002330131

અઘીકારી ના પગાર કાઢવા સરકાર સખત મહેનતે દરેક જગ્યાએ થી પ્રજાજનો પાસે થી રુપિયા કોઈ પણ રીતે કઢાવી રહી છે…પરંતુ આપણા કામ નથી થતા તો એક ફોન કરીને આપણા ભરેલા નાણાં નું વળતર મેળવી અને કર્મચારીગણ અને અધીકારી ને પણ આપણા કામ માટે વેગવંતા રાખીયે…
દરેક અધિકારી પણ હવે એ જાણીલે કે તમારે જુની રૂઢી મુકી હવે કામ તો ઈમાનદારી થી કરવુ જ પડશે…

અને કમિશનર સાહેબ ને પણ તોજ ખબર પડશે કે આપણી ફોજ મા કેટલા લોકો કામઢા છે…
જામનગર ની પ્રજા ને કેટલી સમસ્યા છે…

પ્રજાને ખરેખર તેના ભરેલા નાણા નુ યોગ્ય વળતર મળે છે..

કેન્દ્ર સરકાર ના સ્વચ્છતા સર્વેક્ષણ માં જામનગર મહાનગરપાલિકા ના સ્કોર કેટલો… ? બહુ અઘરો સવાલ છે.

સફાઈ અને પબ્લીક સર્વીસ

જામનગરમ્યુનિસિપલ કોર્પોરેશન ફરીયાદ વિભાગ

02882550131
02882550132

મીત્રો મારો આ મેસેજ દરેક ગ્રુપ મા શેર કરી મોદીજી ના સ્વચ્છતા અભિયાન ના યશભાગી બનીયે….

જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરાયુ

જામનગરના બે શિક્ષકોનુ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓખા શિક્ષક ડો. કમલેશ વિસાણી અને કમલેશ શુકલને ” “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા સમિતિ જીનીયસ કલબ,જામનગર દ્વારા તા.14/4/2025ના સાંજે એમ.પી. શાહ કોલેજમાં આવેલ તન્ના હોલમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓનું ઇનામ વિતરણ,રામાયણના પાત્રોની વેશભૂષા અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક વિજેતા ડૉ.કમલેશ વિસાણી અને કમલેશ શુકલને ” “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા સન્માનપત્ર, શાલ અને પાઘડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

જામનગરના બંને સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તથા DKV કોલેજના પ્રિન્સીપાલ ડૉ.પરેશભાઈ બાણુગરિયાસાહેબના હસ્તે કરવામાં આવેલ હતું. માત્ર 2 શિક્ષકોનું “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા–સન્માન કરવામાં આવ્યું હતું.


ડો. કમલેશ વિસાણી 33 વર્ષ સુધી દ્વારકા તાલુકામાં આવેલા ઓખા ગામની હાઈસ્કૂલમાં 33 વર્ષ સેવા બજાવી 2012માં નિવૃત થયા હતા. તેમના દ્વારા વિવિધ વિષય પરના 6 પુસ્તકો પ્રસાશિત કરવામાં આવ્યા છે. ડો. કમલેશ વિસાણીને 2016માં રાજયપાલ અને શિક્ષણમંત્રીના હસ્તે બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1990માં પી.એચ.ડીની પદવી મેળવ્યા બદલ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંતા ઓખા ગામના વિવિધ સેવાકીય સંસ્થા, સંગઠનો દ્વારા સન્માનપત્ર, જાહેરમંચ પર સન્માન કરવામાં આવ્યા છે.

ડો. કમલેશ વિસાણીનો મુખ્ય વિષય ગુજરાતી છે. વર્ગખંડમાં કાયમ તેમની અનોખી હાસ્ય શૈલીમા રમુજ સ૩થે અભ્યાસ કરતા હોવાથી વિધાર્થીઓ વર્ષો સુધી તેમના આ અનોખા અંદાજને યાદ કરે છે.

રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.

જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે મુશ્કેલીઓ ઉભી થવાથી આહ રોજ હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું

જેમાં ધોરાજીનાં ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવરજન અને જામનગર થી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસે થી ડાઇવર્જન અને ત્રીજા ધોરાજીનાં જમનાવડ રોડ અને કેનાલ રોડ પર થી જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવર્જન કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટક થી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડ થી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્જન બે કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય જ છે.

પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને મસ મોટા ખાડા ઓ પડી ગયાં છે જેને કારણે નાનાં મોટાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને નાનાં મોટાં અકસ્માત સર્જાય છે અને અને વાહન ચાલકોને અને પેસેન્જરોને ભય લાગે છે અને આ ખખડધજ હાલતમાં બની ગયેલ રસ્તાને કારણે સમય પણ વધારે લાગે છે અને વેરેનટેજ પણ વધારે થાય છે .

ત્યારે આ જામનગર થી જુનાગઢ તરફ અને ધોરાજી થી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે રોજનાં હજારો વાહનો આ કેનાલ વાળા માર્ગનો ઉપયોગ કરી અહીં થી વાહનોની અવરજવર થાય છે ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંનાં દુકાન ધારકો કે પછી પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલ વાળા માર્ગનું ડામરથી નવો બનાવવામાં.

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી