દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે
આ કામના ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જગ્યાએ ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને હોટલ ચલાવે છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભરે છે તો આ બાબતે પ્રશાસનની નીંદર ક્યારે ઉખાડશે તે પ્રશ્ન છે ?
દ્વારકા શહેરમાં આવા ગલી ગલીએ ભુમાફિયા છે અને સરકારી જગ્યા નો ઉપયોગ કરી ગેરકાયદેસર બાંધકામ કરી કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી લીધા વગર બાંધકામ કરી અને હોટલો બનાવી અને પૈસા બનાવે છે અને સરકારી જગ્યા પચાવી લે છે તો આ બાબતે પ્રશાસનને અમારા અનુરોધ છે કે આવા ભુમાફિયા ઓને કાયદાનું ભાન કરાવી અને કડક કાર્યવાહી કરી સરકારી જમીન માં કબજો જોડાવાનું કાર્ય હાથમાં લે તેવી પ્રજાના હિતમાં માંગ છે.
વધુમાં આ ભુમાફિયા હરેશ ભટ્ટ હાલ બેટ દ્વારકાની એક વિવાદિત જગ્યામાં પણ આરોપી તરીકે નામ નોંધાયેલ છે જેની તપાસ ભવિષ્યમાં થવાની છે તો ભુમાફિયાઓને લગામ ક્યારે લાગશે અને જગ્યા સરકારી હોય કે ખાનગી જગ્યા હોય તેમાં આવા ભુમાફિયા દ્વારા કબજો કરી અને દાદાગીરીથી જગ્યા પચાવી પોતાની ઇમારતો ખડકે છે તો આવા અસામાજિક તત્વો સામે સરકાર ક્યારે કરશે ?
આ અમારી એક જનહિત યાચિકાને ધ્યાને લઈ આવા અસામાજિક તત્વો સામે સરકાર કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ છે જેથી ભવિષ્યમાં આવા ભુમાફિયા કોઈની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો કરે નહીં અને આવા ગુનાહિત કાર્યો કરે નહીં અને કોઈ સરકારી કે ખાનગી જગ્યાનું દબાણ ન કરે તેનું ઉદાહરણ પ્રસ્થાપિત કરે તેવી સરકાર પાસે માંગ છે.
જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી
જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, અને પોલીસ પરિવારના વડીલ સિનિયર સિટીઝનો તેમજ નિવૃત પોલિસ કર્મચારીઓ જે તમામને બસ મારફતે સોમનાથ તીર્થની યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી.
એસ.પી. પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગની વેલફેર સોસાયટી અંતર્ગત જામનગર જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ, કે જેઓ પોતાની ફરજ ના કારણે પરિવાર પાછળ સમય આપી શકતા નથી, જેને ધ્યાને લઈને પોલીસ પરિવારના સીનીયર સીટીઝનો કે જેઓને યાત્રા પ્રવાસ કરાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જે અનુસાર જામનગર થી ત્રણ ખાનગી બસોને તૈયાર કરીને સોમનાથ તીર્થ અને આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરાવવા માટે મોકલવામાં આવી હતી. તેમાં પોલીસ પરિવારના સિનિયર સિટીઝન સભ્યો, તેમજ તાજેતરમાં અથવા થોડા સમય દરમિયાન પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા હોય, પરંતુ જામનગર શહેરમાંજ વસવાટ કરતા હોય, તેવા પૂર્વ પોલીસ કર્મચારીઓને પણ એકત્ર કરીને તમામને યાત્રા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જામનગર થી બસો મારફતે ૧૫૦ થી વધુ સિનિયર સિટીઝન ને સોમનાથ તીર્થ તેમજ અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રા પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પરિવાર માટેની આ વિશેષ કાર્યવાહીને લઈને સમગ્ર પોલીસ પરિવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો, અને પોલીસ પરિવારના સિનિયર સિટીઝનોમાં પણ ખુશી જોવા મળી હતી.
“ આંધી ઔર તૂફાન મેં તુને હાર ના માની; અંધેરેકો જીયા પર અમર જ્યોત જલાયી .” -આશિષ
૧૪મી એપ્રિલને વિશ્વના દરેક દેશમાં માનવતા વાદી વિચારક્રાંતિના પ્રણેતા તરીકે ભારત રત્ન ડૉ . ભીમરાવ આંબેડકરના માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમુદાય પર થયેલા ઉપકારોને યાદ કરવાના અને અહોભાવ વ્યક્ત કરવાના અવસર તરીકે ઊજવવાની એક પરંપરા શરૂ થઈ ગઈ છે. જે એક ભારતીય તરીકે ગૌરવ થાય તેવી ઘટના ગણાય.
૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા છે. સંઘર્ષ માનવીને શીખવે છે, ઘડતર કરે છે. ડૉ.ભીમરાવ આંબેડકરના જીવન ચરિત્રને વાંચનાર દરેક વ્યક્તિને એક વાતનો એહસાસ ચોક્કસ થવાનો કે સમસ્યાઓ અને સંઘર્ષ આંબેડકર જન્મે એ પહેલાં જ જન્મી ચૂક્યા હતા. અતિ વિકટ સંજોગોને આરપાર વિંધીને બહાર નીકળી જગત કલ્યાણ અર્થે પ્રકાશ પાથરવાનો સિધ્ધાંત આ માણસે રજુ કર્યો છે. માણસને માણસ તરીકે જોવાનો, જાણવાનો અને ખુબ ઝીણવટપૂર્વક સંશોધન કરી માણસ તરીકે જીવાડવાનો ભરપૂર પ્રયાસ થયો છે આ મહાન વ્યક્તિ દ્વારા. આપણુ ધ્યાન અને જ્ઞાન માત્ર અનામત મુદ્દે જ સિમિત રહી ગયુ છે. ભારત વર્ષની એ વખતની સમગ્ર પરિસ્થિતિને શ્રેષ્ઠતમ કરવાની વિરાટ સમજ અને આવડત માત્ર અને માત્ર આ વ્યક્તિની જીવન કથાઓ માંથી મળી શકે.
દરેક ક્ષેત્રના, દરેક પ્રકારના વંચિતો, શોષિતો અને પિડિતોનો અવાજ પ્રચંડ કરવાનું ભગીરથ કાર્ય થયું છે આ માણસ દ્વારા. વળી,બાળકો, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો વગેરેના જીવનને ઉન્નત કરવા સંશોધનો અને ઉકેલ રજૂ કરવામાં આ વ્યક્તિએ ખરેખર દિલ રેડીને કામ કર્યું છે એટલું જ નહીં પોતાના સમગ્ર જીવનને ઓગાળી નાખ્યુ છે એમ કહેવું ઉચિત ગણાશે. કોઈ એક વિભાગના જ બાળકો નહીં, કોઈ એક જ્ઞાતિની જ કન્યાઓ કે સ્ત્રીઓ નહીં, કોઈ એક ચોક્કસ વર્ગના મજૂર નહીં, કોઈ એક ચોક્કસ વર્ગના જ ખેડૂતો નહીં. બધાની ચિંતા કરી છે. બધાને માટે ખુબ ચિંતન કર્યું છે અને બધાને માટે ઝીણવટપૂર્વક સંશોધન કરી શ્રેષ્ઠ સિધ્ધાંતો રજૂ કર્યા છે.
જન્મથી લઈ મૃત્યુ સુધીની બાબતોને શ્રેષ્ઠ સમાધાન આપવામાં આ માણસે કચાશ રાખી નથી. ભારત પ્રજા સત્તાક બન્યુ એ પહેલાંની પરિસ્થિતિ કેટલી ભયાવહ અને બેડોળ હતી એ આપણે જાણીએ છીએ. વિશ્વ વિખ્યાત લેખક અને વિચારક અને ડો. બાબાસાહેબ આંબેડકરના એક સમયના કટ્ટ્રર વિરોધ વ્યક્ત વિદ્યાર્થી આલ્વા જોઈકીમ પોતાના પ્રખ્યાત ગ્રંથ “MEN AND SUPERMEN OF INDIA”માં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનની પ્રસંશા કરતા યથાર્થ જ લખ્યું છે કે; “તેમના ભગીરથ પ્રયત્નોના પ્રતાપે જ પશું જેવું જીવન જીવતાં આ લોકો રાષ્ટ્રના રાજકીય જીવનમાં સ્થાન પામ્યાં છે. વિશ્વના છ બુદ્ધિમાન પુરુષોમાં ડૉ. આંબેડકર એક છે. આવા પુરુષ મારા પ્રોફેસર હતા તે મારે મન ગૌરવની બાબત છે”
માત્ર ભારત માટે કે ભારતના લોકો માટે જ એમના સંશોધનો અને સિધ્ધાંતો કલ્યાણકારી નહીં રહેતા વિશ્વ આખામાં ફેલાયા અને સ્વિકારયા. આપણા માટે ખુબ જ ગૌરવ પ્રદ બાબત એ છે કે વિશ્વના લગભગ દરેક દેશમાં આંબેડકરના સંશોધનો અને સિધ્ધાંતો સ્વિકારી અમલ થઈ રહ્યો છે.
કારણ માત્ર એ છે કે એમણે સમગ્ર માનવજાતના કલ્યાણ માટેની યોજનાઓ રજૂ કરી છે. બંધારણ સભામાં એક વક્તવ્યમાં જ્યારે પ્રથમ વખત અખંડ ભારતનો વિચાર રજૂ કર્યો હતો ત્યારે બધા અચંબિત થઈ ગયેલા. જે વિચાર બીજને સરદાર વલ્લભભાઈ પટેલે સિંચી વટવૃક્ષ બનાવી આપણને આજે મીઠાં ફળ આપ્યાં છે.
ટૂંકમાં છ વર્ષની વયે માતા ગુમાવી બેસનાર બાળકની યાતનાઓ, અપાર વેદનાઓ વેઠીને વિશ્વમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની સંઘર્ષ કથા, સામાજિક અને પારિવારિક કષ્ટોનો વજન ઊંચકીને પણ સતત પ્રયત્નશીલ રહેવાની આવડત, પોતાની પાસે રહેલું તમામ સર્વ શ્રેષ્ઠ માનવ કલ્યાણ માટે ખર્ચી નાખવાની વિરાટ કૂનેહનો સરવાળો એટલે વિશ્વને ભેટ મળેલી એક અદ્ભુત કથા. અને એ કથા એટલે મહા માનવ ડૉ ભીમરાવ આંબેડકર. પીડા -વેદનાની લિપિને ઉકેલતાં આ માણસને બરાબર આવડ્યુ છે એવો એહસાસ એમના જીવનને વાંચનાર દરેક વ્યક્તિ ચોક્કસ અનુભવશે જ.
એમના જીવન સંઘર્ષ બાબતે ખાસ એવું કહી શકાય કે ; અર્જુન બનવું ખુબ સહેલું છે.પરંતુ , એકલવ્ય બનવું ખુબ અઘરું છે.વિશ્વમાં જ્યારે જ્યારે જરૂરી બન્યું ત્યારે ત્યારે ક્રાંતિઓ અને પરિવર્તનો થયાં છે.પરંતુ ,બાબા સાહેબ આંબેડકરે કરેલી ક્રાંતિ અનોખી એટલા માટે છે કે ખુબ જ કપરી પરિસ્થિતિમાં પણ એકલા હાથે કરેલી. આ ક્રાંતિનો સદીઓ સુધી પ્રભાવ જગત પર રહેવાનો છે, વધવાનો છે એ આપણા માટે એક ભારતીય તરીકે ખુબ જ ગૌરવની વાત છે.
વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા …
પંચમહાલ…
પંચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના પટીયા ગામમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં બંધારણના ઘડવૈયા ભારત રતન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 134 મી જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવવા સાથે અનેક સ્થળો ખાતે બાઇક રેલી સહિત ઠેર ઠેર કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે શહેરા ના પટીયા ગામ ખાતે આવેલ નવજીવન જનસેવા ટ્રસ્ટ પટીયા દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ મા ઉપસ્થિત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક , રાકેશ ભાઈ વ્યાસ સહિત નવ જીવન જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બાબુ ભાઈ હીરા ભાઈ વણકર, મંત્રી મનુ ભાઈ સોલંકી, બાહી ગામના હસમુખભાઈ વણકર તેમજ વણકર સમાજ અગ્રણીઓ અને ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા,નવ જીવન જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બાબુ ભાઈ હીરા ભાઈ વણકર, મંત્રી મનુ ભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ વાલજીભાઈ સુરેલિયા,સુરેશ પરમાર , સહ મંત્રી કનુ ભાઈ વણકર, ભુપેન્દ્ર ભાઈ મનુ ભાઈ સોલંકી, ભીખાભાઈ સોમાભાઈ પરમાર અને વણકર સમાજના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત આમંત્રિત મહેમાનોનું ફુલહાર પહેરાવીને , સાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યારે નગરના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવવા સાથે જય ભીમ જય સંવિધાનના નારાઓ ગુંજયા હતા.
ચૈત્રી પૂનમ મેળો – ૨૦૨૫ દર્શને સિધ્ધિ, વંદને તૃપ્તિ, શરણે મુક્તિ, બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, મેળાના અંતિમ દિવસે પુનમની રાત્રે માઁ બહુચરની સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું, માતાજીની સવારી સમયે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રીએ માતાજીની પુજા અર્ચના કર, માતાજીની સવારીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ્ં, બહુચરાજી ચૈત્રી પૂનમના મેળામાં શક્તિ,ભક્તિ અને ભોજનનો અનોખો ત્રિેવેણી સંગમ સર્જાયો, બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો
મહેસાણા, ૧૨ એપ્રિલ ૨૦૨૫, શનિવાર, ગુજરાતનાં પવિત્ર તીર્થસ્થાનો પૈકી એક મહત્વનું તીર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તીર્થ સતત અને અવિરત રીતે ‘માઁ બહુચર’ના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વર્ષે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વર્ષે પણ તા. ૧૦ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમિયાન ત્રિ-દીવસીય ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. માતાજીની સવારી સમયે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રી વિકાસ રાતડાએ માતાજીની પુજા અર્ચના કરી હતી.
આજે ચૈત્રી પૂનમના મેળાના અંતિમ દિવસે પુનમની રાત્રે માઁ બહુચરની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમયે માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ્ં હતું. માતાજીની સવારીમાં પોલીસ જવાનો તેમજ બેન્ડવાજા સામેલ થયા હતા. ચૈત્ર સુદ પૂર્ણિમાના ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી બે કિ.મી દૂર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા માતાજીના સ્થાનકે પહોંચી હતી. જયાં માતાજીની સવારીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈત્રી પૂનમ નિમિત્તે આજે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાઇવે પર શક્તિચોકની બાજુમાં આવેલા અન્નપુર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેનો અનેક શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
ઐતહાસિક મહત્વ , માઁ બહુચરના ઐતિહાસિક મહત્વ વિશે જોઇએ તો સુધાસિંધુમાં મણિદ્વીપ પરના ચિંતામણિ ભુવનમાં બિરાજતાં માતા જગદંબા અસુરોનો વિનાશ કરી ત્યાંથી નીકળી ધર્મારણ્યમાં ચુંવાળ પ્રદેશ (આજનો બહુચરાજી આસપાસનો વિસ્તાર)માં આવીને વસ્યાં. અહીં તેઓ બાળા ત્રિપુરા અને આજે બાળા બહુચરા નામે વિખ્યાત બન્યાં છે. બહુચર માતાજીએ બાળારૂપ ધારણ કરી દંઢાસુર નામના રાક્ષસને હણી ઋષિ-મુનિઓને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. તે પછી સિદ્ધહસ્ત મુનિ કપિલ ભગવાનના હસ્તે બહુચર માતાજીના ગોખની સ્થાપના થઈ. વરખડીવાળા સ્થાનની પ્રસિદ્ધિ થયા પછી જગદંબાને ગુપ્ત રહેવાની ઇચ્છા થઈ. ધીરે ધીરે આ સ્થાન વિસારે પડી ગયું. કાળક્રમે માતાજીને પુન:પ્રગટ થવાની ઇચ્છા થઈ. તદાનુસાર કાલરીના સોલંકી કુંવર તેજપાલને નારીમાંથી નર એટલે કે પુરુષાતન આપી પરચો પૂર્યો હતો. આ શુભ દિવસ ચૈત્રી પૂનમ હોવાની માન્યતા છે. ત્યારથી દર ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોઉત્સવ ઊજવાય છે.
ધાર્મિક મહત્વ, ધાર્મિક મહત્વ વિશે શ્રી બહુચરાજી માતાજીનું સ્થાનક ભારતભરના તમામ શક્તિપીઠોમાંનું એક છે. જ્યાં દક્ષ કન્યા માઁ ભગવતી સતીના હાથના અવયવો પડેલા છે. જેથી આ સ્થળ એક સિદ્ધિ શક્તિપીઠ કહેવાય છે. આ યાત્રાધામમાં માતાજીનાં સંકુલમાં મુખ્યત્વે ત્રણ મંદિરો, આધ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલ છે. જેમાં સ્ફટિક નિર્મિત સુવર્ણ જડીત બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિની દશ મહાશક્તિઓમાં શ્રી બાલાત્રિપુરા સુંદરી – શ્રી બહુચરમાં સ્વયં સિદ્ધિશક્તિ છે. અહીં લાખો ભાવિક યાત્રાળુઓ દર્શન માટે આવે છે.
ધાર્મિક મહત્ત્વ તથા પવિત્રતાની દ્ષ્ટિએ આ સ્થળ ખૂબ જ અદકેરું મહત્ત્વ ધરાવે છે. શ્રી બહુચરા માતાજીનું વાહન કૂકડો છે. સોલંકી યુગ-ગુજરાતનાં સુવર્ણ યુગમાં રાજ્યનાં પ્રતિક તરીકે ધજામાં કુકડાનું ચિહ્ન આલેખાતુ હતુ. માતાજીના કુકડાને બહુચરાજીના ભક્તો અતિ પવિત્ર માને છે. તથા મંદિરના પ્રાંગણમાં કુકડાઘરનું જતન કરવામાં આવે છે.
નોંધનીય છે કે, વિશ્વમાં વસતા ગુજરાતીઓ જ્યારે વતનમાં આવે છે. ત્યારે બહુચરાજી માતાનાં આ અતિપવિત્ર આદ્યસ્થાનનાં દર્શને અચુક આવે છે. સંતાન વિહોણા દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે, નવજાત શિશુના માબાપો સંતાનોના સ્વાસ્થ્ય માટે, આંખના દર્દ તથા ફુલાં માટે, બોબડા અથવા તોતળાપણા માટે, બહેરાપણા માટે, હાથપગની ખોડખાંપણ માટે તેમજ અનેક આધિ વ્યાધિ માટે અપાર શ્રદ્ધાથી માતાજીની બાધા આખડી રાખે છે અને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાંના એક એવા બાબરી સંસ્કારની વિધિ બાળકોના મુંડન દ્વારા મંદિરની પાસે આવેલા પવિત્ર માનસરોવર કુંડના કિનારે કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતારવામાં આવેલ હતી. શ્રી બહુચરાજી માતાજી ગુજરાતની વિવિધ જ્ઞાતિઓના કુળદેવી છે. જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં બાબરી ઉતારવા તથા દર્શન કરવા માટે આવે છે.
સાચા અર્થમાં બહુચરાજી ગુજરાતનુ એક પવિત્ર યાત્રાધામ છે. જ્યાં શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી આદ્ય શક્તિના સ્થાને બિરાજમાન છે. સ્ત્રીને પૂજામાં ત્રણ વિવિધ સ્વરૂપે પૂજ્ય ભાવે પૂજવામાં આવે છે. પ્રથમ ભાવ બાલા કે કૌમારીનો, બીજો ભાવ સુંદરી કે સૌભાગ્યવતીનો અને ત્રીજો ભાવ પ્રૌઢા કે જનનીનો. ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાં બહુચરાજી બાલાનો, અંબિકામાં યુવતિનો અને કાલિકામાં પ્રૌઢા જનનીનો ભાવ છે.
આમ માઁ બહુચર આ યાત્રાધામમાં બાલ્ય સ્વરૂપે હાજરા હજૂર બિરાજમાન છે તેવી શ્રદ્ધાળુઓમાં દ્રઢ ભાવના રહેલી છે.
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થાનો પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગને લઈને આવતી કાલે 13 એપ્રિલ,2025ના રવિવારે સવારે 9:00 વાગ્યાથી સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – જામનગર, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેરમાં હાપામા આવેલા ચામુંડા માતાજી મંદિર,મામાદેવના મંદિર પાસે આ ઉપરાંત શંકર ટેકરી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.12/58, શંકર ટેકરી, નેહરુનગર, 49 દિગ્વિજય પ્લોટ રોડ ઉપરાંત ગુલાબ નગર વિભાપર રોડ ઉપર આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં. 17/59 આ ઉપરાંત પાણાખાણ રોડ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.18/19, ટેલીફોન એક્સચેન્જ સામે, ઉપરાંત વામ્બે આવાસ, મયુર નગર પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.22/33 આ ઉપરાંત હિમાલય સોસાયટી વિસ્તારમાં દિગ્જામ સર્કલ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.31/57 ઉપરાંત વૈશાલી નગર શેરી નં- 8, વણકર સમાજ વાડી ખાતે આ ઉપરાંત ભીમવાસ, જુના રેલ્વે સ્ટેશન પાછળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.42 ખાતે અને વિનાયક પાર્ક 1, રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા ગરબી ચોક, ગણપતિ મંદિર ખાતે તેમજ ચામુંડા માતાજીનું મંદિર, શંકર ટેકરી, રામનગરમાં 13 એપ્રિલના રવિવારે સવારે 9:00 વાગ્યાથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેડમાં છેલ્લા બે નજીક આવેલ વાછરા દાદા ના મંદિરે, લાલપુર ખાતે નવાપરા પ્રા. શાળા ,ધરાનગર ઉપરાંત કાલાવડમાં મ્યુનીસીપલ હાઈસ્કૂલ તેમજ ધ્રોલમાં ગાયત્રી નગરમાં આવેલ ગાયત્રી માતાજીના મંદિરે તેમજ ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આ ઉપરાંત સિક્કામાં આવેલ રાધાસ્વામી સોસાયટી વોર્ડ નં.7 ના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, જોડિયા ચારધામ ચોક (લક્ષ્મીપરા) ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દ્વારકામાં નગરપાલિકા પાછળ આવેલ તાલુકા શાળા નંબર -૦૩ તેમજ જામ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલ સિરેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ( ડિવાઈન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ )માં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર જિલ્લા અનેક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 13 એપ્રિલ 2025 ના સવારે 9:00 કલાકે થી વિવિધ તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પમાં દર્દીઓને તપાસી નિદાન કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયાની યાદીમાં લાભ લેવા માટે જણાવ્યું છે.
ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે છે. ઘણાં ખેડૂતો ધાણાં, જીરું, ઘઉં સહિતના પાકોનાં અવશેષ ખેતરમાં ઢગલા કરેલા હોય તો તેમને પણ બાળતા હોય છે. હવે મુળ મુદ્દા ઉપર આવીએ કે આ અવશેષો બાળવાનું કારણ શું છે ?
ખેડૂતો પાકનાં અવશેષો બાળે છે તેનાં મુખ્ય કારણો જોઈએ તો, એક જ જમીનમાં દર વર્ષે ૩ થી ૪ પાક ખેડૂતો લઈ રહ્યાં છે, તેથી તેમની પાસે પાકનાં અવશેષો, કાપી નાખવા અને સંગ્રહ કરવાનો સમય નથી. એક કરતાં વધારે પાકોનું વાવેતર થતું હોવાથી બંને પાકનાં વાવેતર વચ્ચે ઓછો સમયગાળો મળે છે. જેથી પાકનાં અવશેષોનું વિઘટન થતું નથી. આંતરખેડ વખતે અવશેષો નડતરરૂપ થાય છે જેવા કારણો જવાબદાર છે.
ખેતર ઉપર પાકનાં અવશેષોને બાળવાથી થતાં નુકસાનની વાત કરીએ તો, ખેતરમાં પાકનાં અવશેષોને બાળવાથી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ઘણાં નકારાત્મક પરિણામો આવે છે. આ પ્રથા, જેને ‘પરાળી બાળવી’ અથવા ‘કૃષિ અવશેષોનું દહન’ પણ કહેવાય છે, આ પ્રથા ખેડૂતોમાં સામાન્ય રીતે પ્રચલીત છે.
પાકનાં અવશેષો બાળવાથી કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, મિથેન, અને અન્ય ઝેરી વાયુ જેવાં પ્રદૂષકો હવામાં ફેલાય છે. જેનાથી જેનાથી હવાની ગુણવત્તા બગડે છે અને ધુમ્મસની સમસ્યા વધે છે, જે શ્વસન સંબંધી રોગો જેમ કે અસ્થમા અને ફેફસાંના રોગોનું જોખમ વધારે છે.
અવશેષોને બાળવાથી જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થો (ઓર્ગેનીક કાર્બન) અને સૂક્ષ્મ જીવાણુંઓ નાશ પામે છે, જે જમીનની ફળદ્રુપતા માટે જરૂરી હોય છે. પરાળી (પાકના અવશેષો) બાળવાથી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવાં પોષકતત્વો પણ નષ્ટ થાય છે, જેના કારણે લાંબા ગાળે ખેતીની ઉત્પાદકતા ઘટે છે. પાકનાં અવશેષો બાળવાના કારણે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન વધારે છે, જે વૈશ્વિક તાપમાન વધારવા માટે જવાબદાર છે. તેનાથી કાર્બન સિંકની ક્ષમતા ઘટે છે, કારણ કે જમીનમાં કાર્બનિક પદાર્થોનું સંગ્રહ ઓછું થાય છે. પાકનાં અવશેષો સળગાવ્યા પછી, જમીનમાં ભેજનું સ્તર ઘટે છે, જે પાણીના અભાવ તરફ દોરી શકે છે અને જમીનની પાણીની રીટેન્શન ક્ષમતા ઘટાડે છે. આ ખેતી પર ખરાબ અસર કરે છે.
કૃષિ કચરામાંથી ખાતર બનાવી શકાય છે અને તેને ખાતરમાં રૂપાંતરિત કરી શકાય છે. આ પ્રક્રિયામાં લગભગ ૫-૬ મહિના લાગે છે. અંતિમ ખાતર પોષક તત્વોથી ભરપૂર હશે. વિવિધ સંશોધનોમાંથી એવું જોવા મળ્યું છે કે ખાતરમાં માટી કરતાં પાંચ ગણા વધુ પોષક તત્વો હોય છે.
વર્મીકમ્પોસ્ટિંગ એ પાકનાં કચરામાંથી અળસિયું ખાતરમાં રૂપાંતરિત કરવાની ઝડપી ખાતર પદ્ધતિ છે. તેમાં લગભગ 3 મહિનાનો સમય લાગે છે. કૃષિ કચરાને ફાયદાકારક ખાતરમાં રૂપાંતરિત કરવાના ફાયદા જોઈએ તો, તે સળગાવવાની પ્રથા બંધ કરશે, કાર્બનિક બાયોમાસ જમીનમાં પાછું આવે છે, રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે, માટીની ગુણવત્તા સુધારે છે, વિકસિત પાક ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ વધુ સારો છે. ભૂગર્ભ પાણીમાં રાસાયણિક લીચિંગની શક્યતા દૂર કરે છે, રોગોનો સામનો કરવા માટે પાકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.