‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે કડક સુરક્ષા અને સઘન તૈયારી.
નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સ્થળ મુલાકાત, કાયદો-વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગૌરવસભર ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અચૂક રીતે મજબૂત રહે તે હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની…