ટ્રમ્પના ભારત સાથે વેપાર કરારના સંકેતો વચ્ચે પણ શેરબજારમાં લાલ નિશાન : સેન્સેક્સમાં ૨૫૦ પોઈન્ટની ધરખમ ઘટાડો, રોકાણકારોમાં સાવચેતીનું વલણ
ભારતીય શેરબજાર આજે અઠવાડિયાની શરૂઆતમાં લાલ નિશાન પર ખુલ્યું છે. સવારે ટ્રેડિંગના પ્રારંભિક કલાકોમાં જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટ ઘટીને ૮૩,૨૫૦ના સ્તરે પહોંચ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૮૦ પોઈન્ટ ઘટીને ૨૫,૫૦૦ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો. આ ઘટાડાએ રોકાણકારોમાં થોડી અનિશ્ચિતતા અને સાવચેતીનું વાતાવરણ ઊભું કર્યું છે. વિશેષ વાત…