ધ્રોલ ખાતે ભવ્ય રીતે ઉજવાયો “નેશનલ સ્પોર્ટ્સ ડે” : સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ખેલાડીઓનું સન્માન અને પ્રોત્સાહન
૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમગ્ર દેશમાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રખ્યાત હોકી ખેલાડી અને ભારતના ગૌરવ, મેજર ધ્યાનચંદજીના જન્મદિવસના અવસરે દર વર્ષે આ દિવસ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બને છે. આ જ અવસરે જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ…