“કાશ… હું એ ક્ષણને અનુભવી શકી હોત” — આલિયા ભટ્ટના ફિલ્મફેર વિજય પાછળની લાગણીઓ, ‘જિગરા’થી લખાઈ નવી સફરનો અધ્યાય
મુંબઈની ચમકતી ફિલ્મી દુનિયામાં ઘણી વાર સ્ટાર્સ એવોર્ડ જીતે છે, પણ ભાગ્યે જ કોઈ કલાકાર એવો હોય છે જે પોતાનું સન્માન “ભાવના” તરીકે અનુભવે છે, એ “મુકાબલો” તરીકે નહીં. આલિયા ભટ્ટ એવોર્ડ જીતે છે, પણ દરેક વખતે એના શબ્દોમાં એક નમ્રતા અને કૃતજ્ઞતા ઝળકે છે. આ વર્ષે ફિલ્મફેર ઍવોર્ડ્સમાં ફિલ્મ ‘જિગરા’ માટે આલિયા ભટ્ટને બેસ્ટ…