NDAની ઐતિહાસિક વિજયલહેરે જામનગરમાં ઉજવણીનો મહાઉત્સવ: રિવાબા જાડેજા તથા દિવ્યેશ અકબારી દ્વારા ફટાકડાં ફોડીને વધાવ્યો જશ્ન
ભારતના રાજકીય ઈતિહાસમાં આજે ફરી એક સોનેરી પાનું ઉમેરાયું. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં NDAએ પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય મેળવતા સમગ્ર દેશમાં ઉત્સાહની લહેર ફરી વળી. બિહારની જનતાએ વિકાસ, સુશાસન અને સ્થિરતાને મત આપીને ફરી એકવાર ગઠબંધન સરકારને મજબૂત સમર્થન આપ્યું. આ મહાજીતની છાપ માત્ર બિહાર સુધી મર્યાદિત રહી નહોતી; ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક શહેરમાં…