₹2000 કરોડનો ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે બન્યો માટી પરનો રસ્તો? સુઈગામથી સાંથલપુર વચ્ચે ધોવાયેલા રોડથી મુસાફરોમાં ગુસ્સો!
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી પસાર થતો સુઈગામથી સાંથલપુર સુધીનો લગભગ 150 કિમી લંબાઈનો નવો ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે આજે લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. આશરે ₹2000 કરોડના ખર્ચે બનેલો આ એક્સપ્રેસવે એપ્રિલ મહિનાથી ટોલ વસૂલવાનું શરૂ કરી દીધું છે, પરંતુ સાથોસાથ એની ગુણવત્તા અને કાર્યપદ્ધતિ સામે અનેક ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. માટી…