કચ્છથી દેશના ખૂણેખૂણામાં રેલવે વિકાસની નવી સફરઃ મોદી સરકારના ₹12,328 કરોડના 4 મેગા રેલવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી
ભારતીય રેલવે, જે દેશની આર્થિક ધમની તરીકે ઓળખાય છે, તે હવે આગામી વર્ષોમાં વધુ આધુનિક, કાર્યક્ષમ અને પ્રવાસન-ઉદ્યોગ બંને માટે લાભકારી સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ₹12,328 કરોડના કુલ ખર્ચે ચાર મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ માત્ર રેલવે નેટવર્કમાં સુધારો કરશે નહીં…